મુલાકાત:આરોગ્ય અધિક મુખ્ય સચિવે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • PMJY કાર્ડ અંગેની દર્દીઓ સાથે પૂછપરછ કરી

સિવિલ હોસ્પિટલમાં ઓપીડી અને આઇપીડી સારવાર માટે આવતા દર્દીઓને પીએમજેવાય કાર્ડથી માહિતગાર થાય તે માટેનું આયોજન કરવા આરોગ્ય અગ્ર સચિવે આદેશ કર્યો છે. ઉપરાંત દર્દીઓને પીએમજેવાય કાર્ડ અંગેની જાણકારી છે કે નહી તેની દર્દીઓ સાથે વાતચીત કરી હતી. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય અધિક મુખ્ય સચિવે મુલાકાત લીધી હતી. મુલાકાતમાં અગ્ર સચિવે ઇન્ડોર સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી કેટલા દર્દીઓ પીએમજેવાય કાર્ડનો લાભ લઇ રહ્યા છે તેની માહિતે મેળવી હતી.

ઉપરાંત દર્દીઓ વધુને વધુ પીએમજેવાય કાર્ડનો લાભ લે અને તેનાથી દર્દીઓ માહિતગાર થાય તે માટે ઓપીડીમાં ખાસ સેન્ટર ઉભું કરવાની સુચના આપી હતી. ઉપરાંત વધુને વધુ પીએમજેવાય કાર્ડ કાઢો તેમજ કાર્ડ કઢાવવા લોકો આવે તે માટે કામગીરી ઝડપી અને સરળ બને તે માટેની વ્યવસ્થા કરવાની સુચના આપી હતી. ત્યારબાદ આરોગ્ય અગ્ર સચિવે દર્દીઓ તેમજ તેમના સગાઓની સાથે વાતચીત કરીને પીએમજેવાય કાર્ડથી માહિતગાર છો કે નહી તેની જાણકારી લીધી હતી.

તેમાં દર્દીઓ અને તેમના સગાઓમાંથી અમુકની જાણકારી હતી અને અમુક નહી હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્યના અગ્ર સચિવની મુલાકાતને પ્રસંગે જીએમઇઆરએસના સીઇઓ ડો.બીપીન નાયક, મેડિકલ કોલેજના ડીન ડો.શોભના ગુપ્તા, સિવિલ અધિક્ષક ડો.નિયતી લાખાણી, આરએમઓ ડો.સુધા શર્મા, આસિસ્ટન્ટ આરએમઓ ડો.કલ્પેશ જસપરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...