ફરિયાદ:જેલમાંથી છૂટેલો આદરજનો યુવક કિશોરીને ભગાડી ગયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આદરજ મોટી ગામમાં રહેતો યુવક થોડા સમય પહેલાં જ જેલમાંથી બહાર આવ્યો છે ત્યારે બહાર આવતાની સાથે જ કાંડ કરવાના શરૂ કરી દીધા છે. આ યુવક અગાઉ પણ કિશોરીને ભગાડી ગયો હતો, યુવક તેના ગામની પાસે આવેલા એક ગામની સીમમા રહેતી 16 વર્ષની કિશોરીને ભગાડી ગયો હોવાની પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામા આવી હતી.

આદરજ ગામ પાસે આવેલા એક ગામની સીમમા રહેતા પરિવારની 16 વર્ષિય દિકરીને અગાઉ આદરજ ગામમા રહેતો યુવક ભગાડી ગયો હતો. તે સમયે પેથાપુર પોલીસ મથકમા અરજી કરવામા આવી હતી. જ્યારે ગઇકાલ રવિવારે કિશોરીના પિતા ઘરે હતા અને પોતાની ખેતીનુ કામકાજ કરી રહ્યા હતા. તે સમયે બપોરના સમયે તેમની 16 વર્ષની દિકરી કુદરતી હાજતે જવાનુ કહી નિકળી હતી. કામબાજ બાદ દિકરી ઘરે નહિ આવતા પિતાને ચિંતા થઇ હતી. ત્યારબાદ સમય વિતવા છતા ઘરે પરત નહિ આવતા તેની શોધખોળ તપાસ હાથ ધરી હતી.તેમ છતા મળી આવી ન હતી.

આ કિશોરીને આદરજ ગામનો વિશાલ ઉર્ફે ગોગાજી સદાજી ઠાકોર 8 મહિના પહેલા ભગાડી ગયો હતો. જેના ઘરે જઇને તપાસ કરવામા જાણવા મળ્યુ હતુ કે, હાલમા જ જેલમાંથી છુટીને આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...