અકસ્માત:આદરજ મોટીના યુવકનું બાઇક સ્લીપ થતાં મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર પાટિયા તરફથી આરસોડિયા જવાના માર્ગ ઉપર બનાવ બન્યો હતો

મોટી આદરજ ગામમા રહેતો અને છત્રાલ જીઆઇડીસીમાં નોકરી કરતા યુવકની બાઇક સ્લીપ થઈ જતા મોત થયુ હતુ. જામનગર પાટીયા તરફથી આરસોડિયા બાજુ બાઇક લઇને આવી રહ્યો હતો. ત્યારે બાઈક સ્લીપ ખાઇને પાસેથી પસાર થતા કાસમા પડી ગયુ હતુ. જેમા ઇજાગ્રસ્ત થતા યુવકનુ મોત થયુ હતુ. આ બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમા નોંધાતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જયંતિજી સુરસંગજી ઠાકોર (રહે, જેઠા ખાંટનો વાસ, આદરજમોટી, ગાંધીનગર) છત્રાલ જીઆઇડીસીમા નોકરી કરતો હતો. ઘરેથી નોકરીના સ્થળે જવા માટે બાઇક લઇને અપડાઉન કરતો હતો. ત્યારે બાઇક લઇને જામનગર પાટિયાથી આરસોડીયા તરફ જતા રોડ ઉપર એકા એક બાઇક સ્લીપ ખાઇ જતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે બાઇક પાસે આવેલા કાસમા જઇને પડ્યુ હતુ.

અકસ્માતની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. જ્યારે અકસ્માતની જાણ તેના કાકાના દિકરાને કરવામા આવી હતી. જેને લઇને દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો. આ બનાવને લઇને પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...