તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અડાલજનાં ઉવારસદનાં રીઢા બુટલેગરની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ ધકેલાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અગાઉ તેના ઘરે રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો

ગાંધીનગરનાં અડાલજ પોલીસ મથકની હદમાં વિદેશી દારૂ નાં ધંધો કરી બેફામ બનેલા રીઢા બુટલેગરને જિલ્લા મેજિસ્ટ્રેટે કરેલા પાસાનાં હુકમના પગલે પોલીસે તેની અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ મોકલી આપ્યો હતો.

તાજેતરમાં ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગરના અડાલજ પોલીસ મથકની હદના ઉવારસદ ગામમાં અવારનવાર પોલીસે રેડ પાડીને ડઝનથી વધુ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ ગામમાં આવેલ રાણજીપૂરા પોપટ પૂરાનો બુટલેગર ભૂપતજી પ્રહલાદજી ઠાકોર છેલ્લા ઘણાં સમયથી વિદેશી દારૂનો વેપલો ચલાવતો હતો.

પોલીસે અગાઉ તેના ઘરે રેડ કરીને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેનાં વિરુદ્ધમાં વિદેશી દારૂના બે ગણના પાત્ર ગુનાઓ અડાલજ પોલીસ મથકમાં નોંધાયા હતાં. તેમ છતાં ભૂપતજી ઠાકોર તેની ગેરકાયદેસર પ્રવૃતિ અંદરખાને ચાલુ જ રાખતો હતો. આથી અડાલજ પોલીસ મથકના ઈન્સ્પેક્ટર જે. એચ. સિંધવ દ્વારા રીઢા બુટલેગર ભૂપતજી વિરુદ્ધ પાસા ની દરખાસ્ત તૈયાર કરાવી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રીઢા બુટલેગર ભુપતજી ઠાકોર વિરુદ્ધ પાસા નો હુકમ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે અડાલજ પોલીસ મથકના પીએસઆઈ મિલિંદ શિંદેએ તાત્કાલિક બુટલેગર ભૂપતની પાસા હેઠળ અટકાયત કરી તેને વડોદરા મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...