તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અડાલજના અપહ્યત બાળકને 550 સીસીટીવી તપાસી 276 કિમી દૂર બાંસવાડાથી શોધી કઢાયું

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
અપહરણ કરનારા દંપતીની ધરપકડ - Divya Bhaskar
અપહરણ કરનારા દંપતીની ધરપકડ
  • સંતાનની ઝંખનામાં દંપતીએ બાળકનું અપહરણ કર્યું હતું, 4 દિવસમાં ઝડપાયું
  • 2 મહિના પહેલાં પણ આ જ બાળકનું અન્ય એક દંપતીએ અપહરણ કર્યું હતું

અડાલજમાંથી અપહરણ કરાયેલા બાળકને ગાંધીનગર પોલીસે રાજસ્થાનના બાંસવાડાથી શોધી કાઢ્યું છે. સંતાનપ્રાપ્તિની ઝંખનામાં બાંસવાડાના દંપતીએ તેનું અપહરણ કર્યું હતું. 2 મહિના પહેલાં આ જ બાળકનું અન્ય દંપતીએ અપહરણ કર્યું હતું, જેમાં પોલીસે તેને સાત દિવસમાં શોધી કાઢ્યું હતું. જ્યારે આ વખતે ચાર જ દિવસમાં બાળક શોધી કઢાયું છે.

જિલ્લા પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ જણાવ્યું કે, શ્રમજીવી પરિવારના બાળક દીપકનું 5 જૂને અપહરણ થયું હતંુ. સીસીટીવી ફૂટેજમાં બાઇકસવાર દંપતી લાલ કપડામાં બાળકને લપેટી લઈ જતું દેખાયું હતું. પોલીસે ચાર દિવસમાં અડાલજથી બાંસવાડા સુધીના 550 સીસીટીવી કેમેરા તપાસી બાળકને છોડાવી દિનેશ કટારા અને તેની પત્ની સુધનાની ધરપકડ કરી હતી.

અપહરણ કરનાર દંપતીએ દાણીલીમડામાં મકાન પણ ભાડે રાખ્યું હતું
આરોપી દંપતી સેક્ટર-21 શાકમાર્કેટ પાસે રહી કડિયાકામ કરતું હતું. અપહરણ માટે જ બંને ગુજરાત આવ્યાં હતાં અને અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં મકાન ભાડે રાખ્યું હતું, જેની 2 હજાર ડિપોઝિટ પણ આપી હતી. દંપતીએ ગાંધીનગરની ઝૂંપડપટ્ટીમાં રેકી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...