તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Adalaj Narmada Canal, A Lover Committed Suicide By Tying His Hand With A Handkerchief. The Mutilated Body Of His Girlfriend Was Found Yesterday And Today.

પ્રેમનો કરુણ અંત:અડાલજ નર્મદા કેનાલમાં પ્રેમીપંખીડાએ દુપટ્ટા વડે હાથ બાંધી આપઘાત કર્યો, ગઈકાલે પ્રેમિકા અને આજે પ્રેમીની વિકૃત લાશ મળી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેનાલમાંથી છેલ્લા ચાર મહિના દરમિયાન 37 લોકોની લાશો મળી આવી

ગાંધીનગરનાં અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં અજાણ્યા પ્રેમી પંખીડાએ એકબીજાના હાથે દુપટ્ટો બાંધી આપઘાત કરી લીધો હતો. ગઈકાલે પ્રેમિકા તેમજ પ્રેમીની પણ આજે કેનાલમાંથી વિકૃત હાલતમાં લાશ મળી આવતા અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો દોર હાથ ધર્યો હતો.

બે દિવસમાં વધુ બે લાશો મળી આવતા કુલ આંકડો 39 પહોંચ્યો

ગાંધીનગરમાંથી પસાર થતી જીવાદોરી સમાન નર્મદા કેનાલ ડાઈંગ સ્પોટ બની ચૂકી છે. જિલ્લામાંથી પસાર થઈ નર્મદા કેનાલમાં અવારનવાર લાશો મળી આવવાનો સિલસિલો યથાવત છે. એમાંય માત્ર અડાલજ પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં છેલ્લા ચાર મહિના દરમિયાન 37 લોકોની લાશો મળી આવી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં વધુ બે લાશો મળી આવતા કુલ આંકડો 39 પહોંચ્યો છે.

લાશ બે ત્રણ દિવસ જૂની હોવાનાં કારણે શરીર પરથી ચામડી ઉતરી ગઈ

અડાલજ ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ધવલસિંહ બળદેવસિંહ કેનાલ પર દોડી આવ્યા હતા. અને કેનાલમાંથી લાશ બહાર કઢાવી હતી. આ અંગે આસપાસના વિસ્તારોમાં પૂછતાંછ કરતાં કોઈ ફળદાયી હકીકત પોલીસને મળી ન હતી. અજાણી યુવતીની લાશ બે ત્રણ દિવસ જૂની હોવાનાં કારણે શરીર પરથી ચામડી ઉતરી ગઈ હતી. જે આશરે 17 થી 20 વર્ષીય હોવાનું પોલીસે અનુમાન કર્યું હતું. અજાણી યુવતીએ શરીરે ગુલાબી રંગનું ટોપ તેમજ કાળા રંગની લેંઘી પહેરેલ છે. જેનાં જમણા હાથમાં મરુંન કલરનો દુપટ્ટો બાંધેલો મળી આવ્યો હતો. જે અધ વચ્ચેથી તૂટેલો હતો. મરનાર યુવતીએ જમણા હાથે કાળો દોરો તેમજ ગળામાં પણ નાના ચપ્પા સાથેનું માદળિયું છે.

પ્રેમી પંખીડા હોવાની શક્યતા દેખાઈ રહી છે

આ અજાણી યુવતિની લાશનાં વાલીવારસને શોધવા પોલીસ તપાસ ચાલી રહી હતી. ત્યારે આજે અડાલજનાં અંબાપૂર નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવકની લાશ પણ મળી આવી હતી. આ અંગે અડાલજ પોલીસે જણાવ્યું હતું કે આજે કેનાલમાંથી મળી આશરે 20 થી 25 વર્ષીય અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. જેનાં ડાબા હાથે પણ મરુંન રંગનો દુપટ્ટો બાંધેલો મળી આવ્યો છે. જેનાં પરથી ગઈકાલે અને આજે મળી આવેલ યુવતી તેમજ યુવક પ્રેમી પંખીડા હોવાની શક્યતા દેખાઈ રહી છે.

બન્ને લાશો ડીકમ્પોઝ થઈ જવાથી હાલમાં બન્નેની ઓળખ વિધિ થઇ નથી

કેમકે ગઈકાલે યુવતીના જમણા હાથે અડધો દુપટ્ટો બાંધેલી લાશ મળી આવી હતી. જ્યારે આજે અડાલજ સીમથી દૂર અંબાપૂર કેનાલમાંથી એક જ રંગનો દુપટ્ટો ડાબા હાથે બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી છે. બન્ને લાશો ડીકમ્પોઝ થઈ જવાથી હાલમાં બન્નેની ઓળખ વિધિ થઇ શકી નથી. તેમ વધુમાં અડાલજ પોલીસે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...