વાહનચારીનો ભેદ ઉકેલાયો:ટેક્નિકથી વાહનોના જૂના લોકો ખોલી ચોરી કરનાર ઈલેક્ટ્રિશિયન પોલીસના સંકજામાં, ગાંધીનગર-અમદાવાદથી એક્ટિવા ચોર્યા હતા

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહનોના જૂના લોક આસાનીથી ખુલ્લી જતા હોય આરોપી ટેક્નિક વાપરી વાહન ચોરી કરતો

વાહનોના જુના લોક આસાનીથી ખુલી જતાં હોવાની ટેકનીકનો ઉપયોગ કરીને અન્ય કોઈપણ ચાવીથી વાહન ચોરીના ગુના આચરનાર ઇલેક્ટ્રિશિયનની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ધરપકડ કરી ગાંધીનગર અને અમદાવાદમાં થયેલ બે એક્ટિવા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.

વાહનના જુના લોક આસાનીથી ખોલી દેવાની ટેકનિકનો જાણકાર ચોર ઝડપાયો
સામાન્ય રીતે વાહનનાં લોક જુના થઈ જાય એટલે મોટાભાગે કોઈ વાહન માલિક એ તરફ બહુ ધ્યાન આપતા નથી. વાહન માલિકને એમ હોય છે કે વાહન જુનું થયું એની સાથે લોક પણ જુનું થાય એ સ્વાભાવિક હોય છે. જો કે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ જે એચ સિંધવની ટીમે એક એવા ચોરને ઝડપી પાડયો છે કે જે વાહનના જુના લોક આસાનીથી ખોલી દેવાની ટેકનિકનો જાણકાર છે.

એલસીબી દ્વારા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરાઈ
ગાંધીનગર જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા તેમજ અગાઉ વાહન ચોરીમા પકડાયેલ આરોપીઓની વોચમાં રહી પરીણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી એલસીબીની ટીમ દ્વારા જીલ્લામાં બનતા વાહન ચોરીના ગુનાઓની સ્થળ વિઝિટ કરી હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વવારા તેમજ ટેકનીકલ સપોર્ટ આધારે વધુમા વધુ વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવાની દિશામાં કાર્યરત હતી.

વાહન ચોર ઇલેક્ટ્રિશિયન તરીકે છૂટક કામ કરે છે
પૂર્વ બાતમીના આધારે હરેશભાઇ અમૃતલાલ જાદવ (રહે. ચરેડી છાપરા,સેક્ટર 28, મૂળ રહે વિવેકાનંદ નગર ,કોલવડા)ની એક્ટિવા સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. જેની પૂછતાંછમાં પોતે ઇલેક્ટ્રિશિયન તરીકે છૂટક કામ કરતો હોવાની કહી સેકટર - 21 પોલીસ મથકની હદમાંથી તેમજ એક એક્ટિવા ચાંદખેડા પોલીસ મથકની હદમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...