તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:અડાલજ ઉવારસદ પાસે નવનિર્મિત બ્રિજ પર ટ્રકે અક્ટિવાને અડફેટે લીધી, ટાયર નીચે ચગદાઈ જવાથી એક્ટિવાચાલકનું ઘટનાસ્થળે મોત

ગાંધીનગર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
અક્માતના પગલે અક્ટિવાના કૂચેકૂચા ઉડી ગયા હતા, ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું - Divya Bhaskar
અક્માતના પગલે અક્ટિવાના કૂચેકૂચા ઉડી ગયા હતા, ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું
 • અક્સમાતનો ભોગ બનેલો ચાલક કર્મકાંડનું કાર્ય કરીને ગાંધીનગરથી પરત ફરી રહ્યો હતો
 • ટ્રકચાલક ઘટનાસ્થળ પર જ ટ્રકને મૂકીને અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર

અડાલજ ઉવારસદ પાસે નવનિર્મિત બ્રિજ પર ટ્રક ચાલકે અકિટવાને અડફેટે લીધી. એક્ટિવા ચાલક ગાંધીનગરથી કર્મકાંડની વિધિ પૂરી કરીને ચાંદલો઼ડિયા તરફ પાછા ફરી રહ્યા હતા, ત્યારે એક્ટિવા ચાલકને ટ્રકે અટફેટે લેતા તે નીચે ચગદાઈ ગયો હતો. આ અકસ્માતમાં અક્ટિવા ચાલકને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે અડાલજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ટ્રકનીચે આવી જતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત
મોડી રાત્રે અડાલજ ઉવારસદ રોડ પર આવેલા નવા બ્રિજ ઉપરથી દિવ્યેશ પસાર થઈ રહ્યો હતો. તેવામાં એક પુરપાટ ઝડપે આવેલી ટ્રકે પાછળથી એક્ટિવા ચાલકે ધડાકાભેર ટક્કર મારી દીધી હતી. આ ટક્કરમાં એક્ટિવા ચાલક ટ્રકની નીચે આવી ગયો હતો અને ટ્રકને રોકવામાં ન આવતા થોડેક દૂર સુધી તે રસ્તામાં ઘસડાયો હતો. જેમાં તેને માથામાં અને શરીરના વિવિધ અંગો પર ભારે ઈજાઓ પહોંચી જતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે આસપાસના લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી દેતા તે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યાર પછી પોલીસે દિવ્યેશના પરિવારજનોને જામ કરતા તેના મોટાભાઈ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા.

અકસ્માતનો ભોગ બનેલા દિવ્યેશની ફાઈલ તસવીર
અકસ્માતનો ભોગ બનેલા દિવ્યેશની ફાઈલ તસવીર

કર્મકાંડનું કાર્ય કરીને પરત ફરતા દુર્ઘટનાગ્રસ્ત થયો
અકસ્માતનો ભોગ બનેલા દિવ્યેશ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં વસવાટ કરે છે. તેમના પિતા અનિલભાઈને 2 પુત્રો હતા, જેમાં મોટો દિકરો સંદિપ એપોલો ફાર્મસીમા નોકરી કરે છે. જ્યારે દિવ્યેશ તેમનો નાનો પુત્ર હતો, જેણે સોલાભાગવત ખાતેથી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1 વર્ષ કોલેજનો અભ્યાસ કર્યો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી 26 વર્ષીય દિવ્યેશે અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દીધો હતો. ત્યારપછી તેણે કર્મકાંડ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને મોટાભાગે પોતાનુ કર્મકાંડનું કામ કરવા માટે અમદાવાદથી ગાંધીનગર આવવા જવાનું રહેતું હતુ, તેવામાં અકસ્માતના દિવસે પણ તેઓ કર્મકાંડનું કાર્ય કરીને ઘર તરફ પરત જતા હતા.

ટ્રકચાલક ઘટનાસ્થળ પર જ ટ્રકને મૂકીને રાત્રીના અંધકારનો લાભ લઇ ફરાર
ટ્રકચાલક ઘટનાસ્થળ પર જ ટ્રકને મૂકીને રાત્રીના અંધકારનો લાભ લઇ ફરાર

અંઘારાનો લાભ લઇ ટ્રકચાલક ફરાર
આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ કરતા પીએસાઇ વી. બી. વર્માએ જણાવ્યું હતું કે, દિવ્યેશ આઇવા ટ્રકના આગળના ટાયરની નીચે આવી ગયો હતો જેથી તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી જતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ આઈવા ટ્રકનાં ચાલકે નાસી જવાની કોશિશ કરી હતી, પરંતુ આગળ જતા રોડ ઉપર તેની ટ્રક ફસાઈ ગઈ હતી. તેમ છતા ટ્રકચાલક ઘટનાસ્થળ પર જ ટ્રકને મૂકીને રાત્રીના અંધકારનો લાભ લઇને ત્યાંથી ભાગી ગયો હતો. આ અંગે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો