તંત્ર જાગ્યું:સ્ટ્રીટ પોલ્સ ઉપર જાહેરાતો લગાવનારા સામે પગલાં લેવાશે!

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાઈબ્રન્ટ સમિટ આવતાં જ તંત્ર જાગ્યું
  • ​​​​​​​સ્ટ્રીટ પોલ્સ બગાડતા તત્વોની સામે ‌‘સાઈલન્ટ’ રહેતું તંત્ર હવે ‘વાઈબ્રન્ટ’ થશે

વાઈબ્રન્ટ સમિટ આવતા જ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે હવે પાટનગર યોજના વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઈટ પર જાહેરાતો લગાડતા લોકો સામે પગલાં લેવાની તૈયારી હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં આવેલા સ્ટ્રીટ પોલ્સ પર ઠેર-ઠેર જાહેરાતના પાટિયા અને પોસ્ટર લાગેલા જોવા મળે છે. ત્યારે હવે તંત્ર દ્વારા સ્ટ્રીટપોલ પર જાહેરાત લગાવનાર સામે કાર્યવાહી કરશે એવું કહેવાય છે. લાંબા સમયથી અનેક લોકો, વેપારીઓ, ક્લાસીસ-ટ્યૂશન સંચાલકો સહિતના લોકો સ્ટ્રીટ પોલ પર જાહેરાતોના પોસ્ટર-પાટીયા લગાવીને શહેરની સુંદરતામં ઘટાડો કરીને પોતાના વેપારમાં વધારો કરે છે.

બીજી તરફ આ પ્રકારની વૃતિ સામે પગલાં લેવાયા હોવાનું ધ્યાન આવ્યું નથી. ત્યારે હવે વાઈબ્રન્ટ સમિટ આવતા અત્યાર સુધી ‘સાયલન્ટ’ થયેલું તંત્ર આવી જાહેરાતો કરતાં લોકો સામે પગલાં લેવા માટે ‘વાઈબ્રન્ટ’ બનશે. સ્ટ્રીટ પોલ્સ પર સૌથી વધારે બેનર્સ અને ફ્લેગ તો વિવિધ રાજકીય પક્ષોના જ હોય છે. તો શું તંત્ર દ્વારા રાજકીય પક્ષો સામે પગલાં લેવાશે કે નહીં તે પણ એક સવાલ છે. વાઈબ્રન્ટ સમિટ આવતા જ તંત્ર દ્વારા આવી હિલચાલ શરૂ કરવામાં આવતા સવાલો થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...