તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મારામારીના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી ઝબ્બે

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર પોલીસે તેને ઝડપીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. - Divya Bhaskar
ગાંધીનગર પોલીસે તેને ઝડપીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.
 • ખેડા જિલ્લાના કેસમાં નાસતો ફરતો હતો
 • ગાંધીનગર પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લાના આંતરસુંબા પોલીસ સ્ટેશનના ગુનામાં 2016થી નાસતા ફરતાં આરોપીને ગાંધીનગર રેન્જ લેવલની નાસતા ફરતાં ટીમ-2એ ઝડપી પાડ્યો છે. રેન્જ આઈજી અભય ચુડાસમા દ્વારા નાસતા ફરતાં આરોપીઓને પકડી પાડવા ટીમની રચના કરાઈ છે. ત્યારે પીઆઈ જે. જી. વાઘેલાની ટીમના પીએસઆઈ ડી. એસ. રાઓલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે હેડ કોન્સ્ટેબલ અનુપસિંહના ખાનગી રાહે આરોપી અંગે બાતમી મળી હતી.

જેના આધારે પોલીસે ગાંધીનગર સિવિલ કેમ્પસમાંથી રાહુલનાથ ઢાલનાથ ભાટી(રહે-ગણેશપુરા, મદારીવાસ, દહેગામ)ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરતાં 4 વર્ષ પહેલાં તેની સામે ખેડાના આંતરસુંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. જેમાં તેના પિતરાઈ ભાઈએ પોતાના ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાબતે ઝઘડામાં મારામારીમાં સામાવાળાએ તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં તે અત્યાર સુધી નાસતો ફરતો હતો. જેને પગલે ગાંધીનગર પોલીસે તેને ઝડપીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય વાત એ છે કે, આરોપી ખેડા જિલ્લાના આંતરસુંબા પોલીસ સ્ટેશનના ગુનામાં 2016થી નાસતા ફરતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો