વનવિભાગના સનદી અધિકારી તેમના પરિવાર સાથે ગત ઓક્ટોબર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં પ્રવાસ કરવા ગયા હતા. તે સમયે સાચા અધિકારીની કારને નકલી અધિકારીઓએ રોકી હતી અને એસીબીની ઓળખ આપી કારની તપાસ કરવામાં આવી હતી. પરંતુ અધિકારીને શંકા જતા તેમની પાસે ઓળખપત્ર માગ્યુ હતુ, પરંતુ આપી શક્યા ન હતા. છતા કારની તપાસ કરવા દીધી હતી. પરંતુ બાદમાં અધિકારીને બનાવટી અધિકારીઓ ઉપર શંકા જતા બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીનગરનો રહેવાસી આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
વનવિભાગના સદની અધિકારી દિવાળીના સમયમાં દક્ષિણ ગુજરાતના પ્રવાસે ગયા હતા. વલસાડ નજીક અધિકારીની કારને રોકવામાં આવી હતી. જ્યાં કાર રોકવામાં આવ્યા બાદ બનાવટી લોકોએ એસીબીના અધિકારીઓની ઓળખ આપી હતી. ત્યારે કારમાં બેઠેલા અધિકારીએ કાર રોકનારના ઓળખપત્ર માગ્યા હતા.
પરંતુ ઓળખપત્ર બતાવવામાં આવ્યા ન હતા અને બીજા કેટલાક લોકો દોડી આવ્યા હતા અને સાચા અધિકારી સાથે ઘર્ષણ કર્યા પછી કારની તપાસ કરવામાં આવી હતી. મનિષ નાથુભાઇ દેસાઇ (રહે, કિસાનનગર, સેક્ટર 26. મૂળ રહે, ચડાસણા, માણસા, ગાંધીનગર)ની પોલીસે તપાસ કરી હતી. પરંતુ આરોપી મનિષ બનાવ બાદ ફરાર થઇ ગયો છે. આરોપી ગુનો કર્યા પછી ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.