મહેંદી મર્ડર કેસ:આરોપી સચિન દીક્ષિતના અને શિવાંશના DNA મેચ, પુરાવો આરોપી સામે સજ્જડ પુરવાર થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત. તા. 11 ઓક્ટોબરના રોજ આરોપી સચિન દીક્ષિતના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા
  • હાલ વડોદરા પોલીસે આરોપીની હત્યાના ગુનામાં ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ મેળવ્યા છે

રાજ્યમાં ચકચાર મચાવનાર શિવાંશ-મહેંદી પ્રકરણમાં ઝડપાયેલા સચિન દીક્ષિત અને શિવાંશનાં લેવામાં આવેલા DNA સેમ્પલમાં સાયન્ટિફિક રીતે તપાસના અંતે બન્નેના DNA મેચ થઈ ગયા છે. ત્યારે આ પુરાવો સચિન દીક્ષિત સામે સજ્જડ પુરવાર થશે તેવી પોલીસે ધારણા વ્યક્ત કરી છે.

ગાંધીનગરના પેથાપુર સ્વામિનારાયણ મંદિરની ગૌ શાળામાં બાળક તરછોડી દેવાની ઘટનામાં સચિન દીક્ષિતની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારે પોલીસના રિમાન્ડ દરમિયાન સચિન દીક્ષિત દ્વારા તેની સાથે વડોદરામાં રહેતી પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરવામાં આવી હતી.

આ પ્રકરણમાં ગાંધીનગર પોલીસ દ્વારા ઝિણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે શિવાંશ અને સચિન દીક્ષિતના DNA સેમ્પલ લઈને ફોરેન્સિકમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે રિપોર્ટમાં બન્નેના સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. જે ગાંધીનગર પોલીસ માટે સાયન્ટીફિક સજ્જડ પુરાવો સાબિત થશે.

નોંધનીય છે કે, મહેંદી સાથેના લીવ ઈન રિલેશનશીપમાં બાળકનો જન્મ થયો હતો. પરંતુ આંતરિક ઝગડામાં સચિને મહેંદીની હત્યા કર્યા પછી બાળકને ગૌ શાળામાં તરછોડી દેવામાં આવ્યું હતું. ત્યારે આ ગુનામાં પોલીસે ગત. તા. 11 ઓક્ટોબરના રોજ સચિન દીક્ષિતના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનાં રિપોર્ટ સચિનના DNA મેચ થઈ ગયાનો રિપોર્ટ પોલીસને આપી દેવામાં આવ્યો છે. બીજી તરફ 14મી ઓક્ટોબરે સચિનના રિમાન્ડ પૂર્ણ થતાં જ વડોદરા પોલીસે મહેંદીની હત્યાના ગુનામાં ધરપકડ કરી 6 દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...