ધરપકડ:બાઇક ચોરી ગિરવે મૂકીને નાણાં મેળવતો આરોપી પકડાઈ ગયો

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ , કોલેજ આગળથી ચોરી કરતો હતો
  • 2 પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો

વાહન ચોરીના વધતા બનાવો વચ્ચે પોલીસે એક વાહન ચોરને પકડ્યો છે. સ્કૂલ કોલેજ આગળ મુકવામા આવેલા ટુ વ્હીલરની આસાનીથી ચોરી કરી લેતો હતો. જ્યારે ચોરેલા વાહનને મામુલી રકમમા ગીરવે મુકીને મળતા નાણાંની મોજ કરતો હતો. અડાલજ પોલીસની ટીમે ચોરીના બાઇક સાથે આરોપીને પક઼ેતા બે બાઇક ચોરીના ગુના ઉકેલાયા છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર શહેરનો વિસ્તાર વધતા ચોરી કરી શકાય તેવા ભીડભાડવાડા સ્થળની સંખ્યા પણ વધી છે. ન્યૂ ગાંધીનગર વિસ્તારમા અનેક જગ્યાએ વાહન માલિકો વાહન ખૂલ્લા મુકી દેતા જોવા મળે છે. ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે, એક યુવક ચોરીના બાઇક સાથે ઉવારસદથી અડાલજ તરફ જઇ રહ્યો છે.

જેને લઇને પોલીસની ટીમ સાબદી થઇ ગઇ હતી અને બાતમી મુજબ આરોપી આવતા તેને પકડવામા આવ્યો હતો. જેમા આરોપી 20 વર્ષિય વિનય વિનોદ પટેલ (રહે, સેક્ટર 24, મૂળ રહે, ખોડીયાર શેરી, ટીબી હોસ્પિટલ સામે, સુરેન્દ્રનગર)ની પૂછતાછ કરતા બાઇક નંબર જીજે 13 ડીડી 4719ને સરગાસણ ચોકડી સાર્થક મોલ પાસે આવેલી ચાની લારી સામેથી ચોરી કર્યુ હતુ, તેની સાથે અડાલજ પોલીસ મથક વિસ્તારમાંથી પણ એક બાઇકની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...