તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય વ્યાપી પોન્ઝી સ્કીમ કૌભાંડ:ગાંધીનગર સહિત રાજય વ્યાપી કરોડો રૂપિયાના કૌભાંડના આરોપીને લુક આઉટ નોટિસ દ્વારા મુંબઈ એરપોર્ટથી ઝડપી લેવાયો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25થી વધુ લોકોના રૂપિયા 3.54 કરોડ ચાઉં કરી જનારી કંપનીના ચાર ભાગીદારો વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો
  • ચાર પૈકી એક ભાગીદાર દુબઈ ભાગી જવાની ફીરાકમાં હતો

Fx Bullsના નેજા હેઠળ ગાંધીનગર, મહેસાણા, ઈડર સહિત રાજય વ્યાપી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનારા કંપનીના ડાયરેક્ટર સહિત ચાર ભાગીદારો વિરુદ્ધ ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ મથકમાં રૂપિયા 3.54 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ત્યારે આ ગુનાનો એક આરોપી કોર્ટનાં હુકમની અવગણના કરી દુબઈ ભાગી જવાની તૈયારીઓમાં જ હતો. જેને ઈન્ફોસિટી પોલીસ દ્વારા લુક આઉટ નોટિસના આધારે મુંબઈ એરપોર્ટથી ઝડપી લઈ ગઈકાલે શનિવારે ગાંધીનગર લઈ આવવામાં આવ્યો છે.

ગાંધીનગરના સેકટર 2 ખાતે રહેતા નીતિરાજ પરમાર વર્ષ 2019 માં મહેસાણામાં યોજાયેલા Fx Bulls વેલ્થ મેનેજમેન્ટના સેમિનારમાં ગયા હતા. જ્યાં કંપનીના પ્રદીપભાઈ સલુભાઈ ચૌધરી (વિસનગર), ઈશ્વરભાઈ મહેન્દ્રભાઈ ચૌધરી, દીક્ષિતભાઈ કાંતિલાલ મિસ્ત્રી (તિરુપતિ ટાઉનશિપ,મહેસાણા) તેમજ ચાંદખેડાના ઉમેશભાઈ કાંતિલાલ મિસ્ત્રીને મળ્યા હતા.

ચારેય જણાએ વળતર નહીં આપી ઠગાઇ કરતા ફરિયાદ નોંધાઈ

જ્યાં તેઓને ઊંચુ વળતર અને વ્યાજ આપવાની લોભામણી સ્કીમો સમજાવી હતી. ત્યારે તગડું કમિશન અને ફોરેન ટૂરની લાલચમાં બધા આવી ગયા હતા. જેનાં પગલે નીતિ રાજ પરમારે કુડાસણમાં ઊગતી હાઈટસમાં Fx Bulls ની બ્રાંચ ઓફિસ ખોલીને વિવિધ સ્કીમો હેઠળ 25થી વધુ ગ્રાહકોના રૂપિયા 3.54 કરોડનું રોકાણ કંપનીમાં કર્યું હતું. પરંતુ વાયદા મુજબ ચારેય જણાએ વળતર નહીં આપી ઠગાઇ કરતા નીતિરાજ પરમારે ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યારે ઉક્ત ચિટર ગેંગે અમદાવાદ, મહેસાણા અને ઈડર સહિત રાજય વ્યાપી કૌભાંડ આચર્યું હોવાનું ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલાની તપાસમાં ખુલ્યું હતું.

દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યો હતો

જે બાદ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે પૈકી દીક્ષિત કાંતિલાલ મિસ્ત્રીને કોર્ટે શરતી જામીન પર મુક્ત કરી તપાસ અધિકારીને પાસપોર્ટ જમા કરાવવાનો હુકમ પણ કરાયો હતો. પણ તેણે પાસપોર્ટ જમા કરાવ્યો નથી. જેનાં પગલે ઈન્ફોસિટી પીઆઈ પી પી વાઘેલાએ લુક આઉટ નોટિસ જાહેર કરવા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાને રિપોર્ટ કર્યો હતો.

પોલીસ મુંબઈથી ગાંધીનગર લઈ આવી

જે અન્વયે દીક્ષિત મિસ્ત્રી મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગી જવાના પ્લાન સાથે પ્લેનમાં બેસી જવાની ફીરાકમાં હતો. પરંતુ લુક આઉટ નોટિસનાં પગલે મુંબઈ એરપોર્ટ પર રીજિયોનલ અધિકારીઓએ તેને પકડી દીધો હતો. જેને ગઈકાલે ઈન્ફોસિટી પોલીસ મુંબઈથી ગાંધીનગર લઈ આવી છે.

અન્ય સમાચારો પણ છે...