તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પેથાપુર પોલીસ મથક માં આશરે ત્રણ મહિના અગાઉ સગીર વયની કિશોરીનું અપહરણ કરી બળાત્કાર ગુજારવાનાં નોંધાયેલા ગુનામાં નાસતા ફરતા આરોપીને ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા કોલવડાથી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર આશરે ત્રણ મહિના અગાઉ કોલવડા જીઆઇડીસી વિસ્તારમાં 14 વર્ષીય કિશોરી પરિવાર સાથે મજુરી કામ કરતી હતી. આ જીઆઇડીસીમાં બનાસકાંઠાના માધવપુરાના સુઈ ગામનોં પરેશ શંકરભાઈ ઠાકોર પણ મજૂરીકામ કરતો હતો. મજૂરીકામ દરમિયાન પરેશ ઠાકોરને કિશોરી સાથે ઓળખાણ થઈ હતી ત્યારબાદ તેણે કિશોરીને લલચાવી ફોસલાવીને બનાસકાંઠા લઈ ગયો હતો. આ અંગે પેથાપુર પોલીસમથકમાં અપહરણ, બળાત્કાર અને પોસ્કો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તે સમયે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી કિશોરીને શોધી કાઢી તેના પરિવારને સોંપી દીધી હતી પરંતુ પરેશ ઠાકોર ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી અભય ચૂડાસમા તેમજ પોલીસ વડા મયુર ચાવડાએ નાસતા ફરતા આરોપીઓને તાત્કાલિક ધોરણે ઝડપી લેવા તાબાના અધિકારીઓને ખાસ સુચના આપી હતી. જેના પગલે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરતી અનુરકર સહિત સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ધીરેન્દ્રસિંહ બહાદુરસિંહને બાતમી મળી હતી કે અપહરણ અને બળાત્કારના ગુનામાં નાસતો ફરતો આરોપી પરેશ ઠાકોર કોલવડા વિસ્તારમાં ફરી રહ્યો છે આથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ત્યાં દોડી ગઈ હતી. અને કોલવડા આયુર્વેદિક કોલેજ પાસેથી પરેશ શંકરભાઈ ઠાકોર ને ઝડપી લીધો હતો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.