આરોપીને સુરતની જેલમાં ધકેલાયો:ગાંધીનગરમાં પ્રોહીબીશન-શરીર સંબંધી ગુના આચરનાર આરોપીને પાસા હેઠળ અટકાયત કરી સુરત જેલમાં ધકેલી દેવાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રીઢા બુટલેગર વિરુદ્ધ તા.16/12/2021ના રોજ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધાયો હતો

ગાંધીનગરમાં પ્રોહીબીશન-શરીર સંબંધી ગુના આચરનાર રીઢા બુટલેગરની લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા પાસા હેઠળ અટકાયત કરીને સુરત જેલમાં ધકેલી દઈ રાહતનો દમ લેવામાં આવ્યો છે.

ગાંધીનગર જિલ્લામાં પ્રોહીબીશનની તથા અન્ય અસામાજી પ્રવૃતિ આચરતા ઇસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા સારૂ ગાંધીનગર રેન્જ આઇ.જી.પી. અભય ચુડાસમા તથા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સૂચનાથી જરૂરી એલસીબી દ્વારા રીઢા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જે અન્વયે ગાંધીનગર એલ.સી.બી પીઆઈ એચ.પી ઝાલાની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ વિરભદ્રસિંહ લક્ષ્મણસિંહએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન તેમજ શરીર સબંધી ગુન્હાઓમાં પકડાયેલ ઇસમ લક્ષ્મણજી ઉર્ફે લખન બળદેવજી ઠાકોર (રહે. ગોગાપરા હુડકોમાં છત્રાલ તા.કલોલ) ની અગાઉ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મજીસ્ટ્રેટ ગાંધીનગરને મોકલી આપી હતી.

ઉપરોકત ઇસમ વિરુધ્ધ નોંધાયેલ ગુન્હાને ધ્યાને લઇ જીલ્લા મેજીસ્ટ્રેટએ આ ઇસમનો પાસા અટકાયતિ હુકમ ઇસ્યુ કર્યો હતો. જે આધારે એલસીબી ટીમ દવારા ઇસમને અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે, આ રીઢા બુટલેગર વિરુધ્ધ ગઇ તા.16/12/2021 ના રોજ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો નોધાયેલ અને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયરનો કુલ રૂ.1,78,180 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ ઇસમ વિરુધ્ધ છેલ્લા પાંચેક વર્ષ દરમ્યાન પ્રોહીબીશન તેમજ શરીર સંબધી કુલ- 4 ગુન્હાઓ નોંધાયેલ હતા.

અન્ય સમાચારો પણ છે...