તપાસ:છત્રાલમાં પોલીસ ઉપર હુમલો કરનારા આરોપીને 5 વર્ષની કેદ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્સ્ટેબલ ભંગારની વખારમાં તપાસ કરવા ગયો હતો

છત્રાલની એક ભંગારની વખારમા એક પોલીસ કોન્સ્ટેબલ તપાસ કરવા ગયો હતો. તે દરમિયાન વખારમા કામગીરી કરતા કર્મચારીએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમા કર્મચારીને માથામા અને હાથમા ફ્રેક્ચર થયુ હતુ. ત્યારે આ સરકારી કર્મચારીને કામમા અડચણરૂપ કામગીરી કરવા બદલ ફરિયાદ થઇ હતી. આ કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને 5 વર્ષની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

2016મા છત્રાલ કડી રોડ ઉપર આવેલી ભંગારની વખારમા કલોલ તાલુકા પોલીસ મથકનો કોન્સ્ટેબલ અરવિંદ ચંદુલાલ દંતાણી ચેકિંગ કરવા ગયા હતા. જ્યાં વખારના 30 વર્ષિય માલિક સંજય સત્યનારાયણ અમૃતલાલ કોઠારીએ કોન્સ્ટેબલ અરવંદભાઇ ઉપર લોખંડની પાઇપ વડે હુમલો કરી દીધો હતો. જેને લઇને કર્મચારીને હાથે અને માથામા ગંભીર ઇજાઓ થઇ હતી. જેને લઇને વખારના માલિક સામે કલોલ તાલુકા પોલીસ મથકમા ફરિયાદ કરવામા આવી હતી.

આ કેસ ગાંધીનગર પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્સ એન્ડ સેસન્સ જજની કોર્ટમા ચાલવા ઉપર આવ્યો હતો. સરકારી વકીલ જીજ્ઞેશ જોશીએ આ બાબતે ફરિયાદી પક્ષે આરોપીને કડક સજા કરવા દલીલો કરી હતી. જેને ધ્યાનમા રાખતા જજે આરોપી સંજય સત્યનારાયણ કોઠારીને કલમ 333 હેઠળ કસુરવાર ઠેરવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...