લુંટનો બનાવ:ચિલોડા નરોડા હાઇવે પર લૂંટમાં આરોપીઓ પોલીસ પકડથી દૂર

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત શનિવાર અને રવિવારે એક એક લુંટનો બનાવ સામે આવ્યો હતો, પોલીસ પહેરો પણ નિષ્ફળ રહ્યો

ચિલોડા નરોડા હાઇવે પર ગત સપ્તાહમા બે દિવસમા બે લુંટ અને મારામારીના બનાવ સામે આવ્યા હતા. આરોપીઓને પકડવા જિલ્લાની પોલીસ દોડધામ કરી રહી છે. બનાવ સ્થળે પહેરો પણ ભરવામા આવી રહ્યો છે. તેમ છતા બનાવને 72 કલાક થવા છતા આરોપીઓ હજુ સુધી પોલીસ પકડવામા આવ્યા નથી. સતત ધમધમતા હાઇવે પર લુંટના બનાવો વધતા વાહન ચાલકોમા ફફડાટ જોવા મળી રહ્યો છે.

જિલ્લામા વાહન ચાલકોને લુંટવાના બનવો ઓછા સામે આવી રહ્યા છે. પરંતુ ગત શનિવાર અને રવિવારના રોજ ચિલોડા નરોડા હાઇવે પર લુંટ અને મારામારીનો બનાવ બન્યો હતો. શનિવારે બે પિતરાઇ ભાઇઓ ચાલતા જતા હતા, તે દરમિયાન બે શખ્સોએ આવીને મોબાઇલ માગતા નહિ આપતા છરી મારી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ પ્રકારે બીજા દિવસ રવિવારે સાંજના સમયે બે વાહન ઉપર છ લુંટારુ આવ્યા હતા અને આઇશર ચાલકને માર મારી લુંટ કરી ફરાર થઇ ગયા હતા.

લુંટારુઓ બે ખોફ બનીને લુંટ કરી રહ્યા છે. ત્યારે ગાંધીનગર પોલીસ ચૂંટણીલક્ષી માત્ર દેશી દારુના કેસ કરીને સંતોષ માની રહી છે. ત્યારે આ પંથકની જનતા અને વાહન ચાલકો ડર અનુભવી રહ્યા છે. લુંટ અને છરી મારવાના બનાવને 72 કલાકનો સમય થઇ ગયો છે. છતા આરોપીઓ હજુ પકડમા આવતા નથી. એક તરફ ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો છે. આજથી જાહેરનામુ બહાર પડતા તેની કામગીરીમા રાજકીય પાર્ટીઓ લાગશે, જેમા પોલીસ પણ કામે લાગશે તેવા સમયે લુંટ અને મારઝુડના બનાવોને લઇ નાગરિકોમા એક પ્રકારે પોલીસની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...