તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોર્ટની મુદતમા આવેલા આરોપીએ ખુલ્લા મેદાનમાંથી કાર ચોરી લીધી, ડુપ્લિકેટ ચાવી દ્વારા કારની ચોરી કરી હોવાનંુ ખૂલ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી કાર લઇ રાંધેજા તરફ જતો હતો ત્યારે પકડાઈ ગયો

ગાંધીનગર શહેરના સેક્ટર 11મા આવેલા ખુલ્લા મેદાનમાં પાર્ક કરવામા આવેલી કારની એક પખવાડીયા પહેલા ચોરી થઇ હતી. આરોપી કારને રાંધેજા તરફ લઇ જઇ રહ્યો હતો. દરમિયાન એલસીબીની ટીમ દ્વારા આરોપીને કાર સાથે ઝડપી લીધો હતો. આરોપી ગાંધીનગર કોર્ટમાં મુદતે આવ્યો હતો, તે દરમિયાન કારની ચોરી કરી હોવાનુ ખુલ્યુ હતુ. મળતી માહિતી મુજબ એલસીબી 2ની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન હસમુખભાઇ, બેચરભાઇને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, એક શખ્સ ચોરીની કાર સાથે રાંધેજા તરફ જઇ રહ્યો છે.

પોલીસની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી અને ઝેન કાર નંબર જીજે 01 એચસી 3404 લઇને રાંધેજા ચાર રસ્તાથી પેથાપુર તરફ જઇ રહ્યો છે. ત્યારે પોલીસે બાતમીવાળી કાર આવતા આરોપી જયંતિ સોમાભાઇ પ્રજાપતિ (રહે, કિમ્બુઆ, પાટણ)ને ઝડપી લીધો હતો. પુછતાસ દરમિયાન જણાવ્યુ હતુ કે, ગત 10 ઓગસ્ટના રોજ કોર્ટની મુદતે આવ્યો હતો, દરમિયાન સેક્ટર 11ના મેદાનમાંથી ડુપ્લીકેટ ચાવી દ્વારા કારની ચોરી કરી હતી અને ચોરીની કારના એન્જિન સહિતના નંબરમાં ફેરફાર કરી વેચી દેવામા આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...