બદલી:મનપામાં ડેપ્યુટેશન પરના હિસાબી અધિકારી, ચીફ ઓડિટરની બદલી કરાઇ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિસાબી અધિકારી વર્ગ-2ના 43 અધિકારીની આંતરિક બદલીના ઓર્ડર

ગુજરાત હિસાબી સેવા સંવર્ગના હિસાબી અધિકારી વર્ગ-2ના 43 અધિકારીઓની આંતરીક બદલીઓમાં ગાંધીનગર કોર્પોરેશનના બે અધિકારી પણ બદલાયા છે. ગાંધીનગર મનપાના હિસાબી અધિકારી એ. એમ. વ્હોરાની બદલી થતાં તેમના સ્થાને ચિરાગકુમાર પટેલને મુકાયા છે. ચિરાગ પટેલ હાલ રાજપીપળા સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી ખાતે મદદનીશ સહાયક નિરીક્ષક હતા.

એ. એમ. વ્હોરાની બદલી હિસાબ અને તિજોરી નિયામકની કચેરી ખાતે થઈ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મનપામાં ચીફ ઓડીટર તરીકે ફરજ બજાવતા શ્રૃતિબેન ઉપાધ્યાયની બદલી થતાં તેમના સ્થાને સાગર જોષીને ચીફ ઓડીટર તરીકે મુકાયા છે. સાગર જોષી મોડાસા જિલ્લા પંચાયત ખાતે હિસાબી અધિકારી હતા.

કોર્પોરેશન કચેરીમાં બંને અધિકારીઓ એ. એમ. વ્હોરા અને શ્રૃતિબેન ઉપાધ્યાય ડેપ્યુટેશન પર મનપામાં હતા. આ તરફ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે હિસાબી અધિકારી તરીકે જિજ્ઞેશકુમાર પટેલને મુકાયા છે. તેઓ હાલ ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ સિટી ખાતે હિસાબી અધિકારી તરીકે ફરજ બજાવે છે.

અન્ય સમાચારો પણ છે...