ઇદની ઉજવણી:ગાંધીનગરમાં કોરોના ગાઈડલાઈન મુજબ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ઉન નબીના ઝુલુસ કાઢવા આવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરનાં મુસ્લિમ બિરાદર દ્વારા ખુદાની બંદગી કરવામાં આવી
  • સેકટર-29 અને સેકટર-21 સહિતના વિસ્તારમાં નિયત રૂટ પર ઝુલુસ કાઢવામાં આવ્યું

પાટનગર ગાંધીનગરમાં પણ મહંમદ પયગંબર સાહેબનાં જન્મ દિન નિમિત્તે ઈદે મિલાદ ઉન નબીના ઝુલુસ કાઢવા આવ્યું હતું. સરકારના આદેશ મુજબ કોરોના ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે આજે સેકટર-29 તેમજ સેકટર-21 સહિતના વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસ કાઢી મસ્જિદમાં ખુદાની બંદગી પણ કરવામાં આવી હતી.

નવરાત્રિ અગાઉ જાહેર ધાર્મિક કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ કોઈ પણ ધાર્મિક યાત્રા શેરી, મોહલ્લા અથવા મર્યાદિત વિસ્તારમાં ફરવાની હોય તો 400 વ્યક્તિઓની મર્યાદા છે. આ મુજબ જ નવરાત્રીમાં શેરી ગરબાની મંજૂરી આપવામાં આવી હતી. એ જ રીતે ઝુલુસમાં પણ એક જ વિસ્તારમાં નીકળતા ઝુલુસને 400 લોકોની મંજુરી આપવામાં આવી છે. પરંતુ કોઈ યાત્રા ઝુલુસ સ્વરૂપે એકથી વધુ વિસ્તારમાં નીકળશે તો 17 ઓક્ટોબરના જાહેરનામા મુજબ 15 માણસોની મર્યાદા નક્કી કરાઈ હતી.

જે અન્વયે આજે ઇદ-એ-મિલાદ નિમિત્તે ગાંધીનગર ની મસ્જીદોમાં ધાર્મિક કાર્યક્રમો કોરોના ગાઈડ નાં પાલન સાથે ઉજવવામાં આવ્યા હતા. શહેરના સેકટર - 29 તેમજ સેકટર - 21 સહિતના વિસ્તારમાં નિયત મર્યાદામાં મુસ્લિમ બિરાદરો દ્વારા "ઈદે મિલાદ ઉન નબીના" ઝુલુસ કાઢવા આવ્યું હતું. આ ઝુલુસમાં બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

બાદમાં સેકટર - 21 ની મસ્જિદમાં સામૂહિક નમાજ પઢીને ખુદાની બંદગી કરવામાં આવી હતી. તેમજ દેશમાં કૌમી એકતા ભાઇચારો અને એખલાસનો માહોલ કાયમ રહે અને વિશ્વભરમાંથી કોરોના વાઇરસ જેવી બિમારી દૂર થાય તેવી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આજે આખો દિવસ મુસ્લિમ વિસ્તારોમાં ભારે ચહલ-પહલ જોવા મળી હતી, પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી મસ્જીદો પાસે પોલીસ પેટ્રોલિંગ અને બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...