સ્થાનિક લોકોમાં રોષની લાગણી:રાંધેજા વિદ્યાપીઠ સામે સ્પીડ બ્રેકરના અભાવે અકસ્માત વધ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થીઓની અવરજવર વધુ હોવાથી બમ્પ જરૂરી
  • માર્ગને પહોળા બનાવ્યા બાદ બેફામ સ્પીડે પસાર થતાં નાના -મોટા વાહનો

રાંધેજાથી રૂપાલ થઇને કલોલ જતા માર્ગને પહોળો કરાયો છે. પરંતુ સ્પિડ બ્રેકર નહી બનાવવામાં આવતા વિદ્યાપીઠના દરવાજા પાસેના રોડ ઉપર અવાર નવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે. આથી સ્થાનિક લોકોમાં રોષ ઉઠ્યો છે.

ગાંધીનગર મનપામાં સમાવેશ કરાયેલા રાંધેજાથી વાયા રૂપાલ તરફ જતા માર્ગને પહોળો કરાયો છે. પરંતુ પહોળા માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોની ગતિ મર્યાદા જળવાય તે માટે સ્પિડ બ્રેકર બનાવવામાં આવ્યા નથી. જેને પરિણામે રાંધેજાની વિદ્યાપીઠના ગેટની સામેથી પસાર થતાં માર્ગ ઉપર અવાર નવાર નાના મોટા અકસ્માતોના બનાવો બની રહ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

પહોળા માર્ગો હોવાથી પસાર થતાં નાના મોટા વાહનો બેફામ ગતિએ પસાર થતાં હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જોકે ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓની અવર જવર રહેતી હોય છે. ઉપરાંત વળાંક આવેલો હોવાથી જો વાહનોની ગતિ મર્યાદિત કરવા સ્પિડ બ્રેકર બનાવવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.

તાજેતરમાં થયેલા અકસ્માત જીવલેણ બન્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. ત્યારે રાંધેજાની વિદ્યાપીઠ સામેનો માર્ગ અકસ્માત ઝોન બને નહી તે માટે સ્પિડ બ્રેકર બનાવવામાં આવે તેવી લોકોમાં માંગ છે. જોકે અગાઉ માર્ગ સાંકળો હોવાથી વાહનો મર્યાદિત સ્પિડમાં જતા હતા. પરંતુ રોડને પહોળો કરતા સ્પિડ લિમિટનું પાલન થતું નહી હોવાથી નાના મોટા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી સ્પિડ બ્રેકર બનાવવાની માંગ લોકોમાં ઉઠી છે.ત્યારે આ અંગે યોગ્ય કરાય તેવી રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...