તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિચિત્ર અકસ્માત:તારાપુર પાસે અકસ્માત, મહિલાની લાશ કાર સાથે 4 કિલોમીટર ઢસડાઈ

ગાંધીનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • તારાપુર કટ પાસેથી તપાસ કરતાં લોકો કન્ટેનર કટ પાસે પહોંચ્યા
 • ગાંધીનગર-સરખેજ હાઈવે વિચિત્ર અકસ્માતમાં પોલીસે રસ્તા પરના CCTV તપાસી કાર ચાલકને શોધવા કવાયત શરૂ કરી

ગાંધીનગર-સરખેજ હાઈવે વિચિત્ર અકસ્માતમાં તારાપુરના મહિલાનું મોત થયું છે. કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલા ગાડીની નીચે આવીની ફસાઈ કન્ટેનર કટ પાસે જઈને પડ્યા હતા. બીજી તરફ તારાપુર કટ પાસેથી તપાસ કરતાં લોકો કન્ટેનર કટ પાસે પહોંચ્યા હતા.

તારાપુર ગામના મુખીવાસમાં રહેતાં કિર્તીરાજસિંહ ઠાકોર ખેતી કરીને ગુજરાન ચલાવે છે. રાત્રે 8 વાગ્યાના સુમારે તેઓ બાઈક પર પત્ની અને દિકરાને લઈને ઘર તરફ આવતા હતા. તારાપુર કટ પાસે તેઓ ગામ તરફ વળતાં ત્યારે એક કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી.

અકસ્માતને પગલે જાણ થતાં કિર્તીરાજસિંહના નાનાભાઈ પૃથ્વીરાજસિંહ શીવાજી ઠાકોર સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં સુધી તેમના ભાઈ અને ભત્રીજાને પ્રાઈવેટ વાહનમાં દવાખાને મોકલી દેવાયા હતા. જોકે તેમના ભાભી ગંગાબેનની આજુબાજુમાં તપાસ કરતાં તેઓ દેખાયા ન હતા. ત્યારબાદ પૃથ્વીરાજસિંહ સહિતના ગ્રામજનો તેની શોધખોળમાં લાગ્યા હતા. જેમાં 9 વાગ્યાના સુમારે ખોરજ કન્ટેનર કટ પાસે પહોંચતા એક મહિલા પડેલાં હતા. જે જઈને ચેક કરતાં તે ગંગાબેન ઠાકોર નીકળ્યા હતાં પરંતુ તેમનું મોત થઈ ગયું હતું.

ઘટનાને પગલે અડાલજ પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતક મહિલાના દિયરની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે રસ્તા પરના સીસીટીવી ચેક કરીને કાર ચાલકને શોધવા કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં મહિલાની લાશ દૂર સુધી ઢસડાતા તેને જોવા અનેક લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો