દુર્ઘટના:રાયપુર ગામના પાટિયા પાસે અકસ્માત: બાઈકચાલકનું મોત

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો
  • અમદાવાદ ખાતે નોકરી કરતા હતા: ભાથીજીના દર્શન કરવા માટે જવાનુ કહીને ઘરેથી નીકળ્યા હતા

દહેગામ નરોડા હાઇવે પર આવેલા રાયપુર ગામના પાટિયા પાસે એક કારચાલકે બાઇકસવારને ટક્કર મારતા ચાલકનું મોત થયુ હતુ. ફેક્ટરીમાં સાથે કામ કરતા મિત્રનુ બાઇક લઇને ભાથીજીના દર્શન કરવા જવાનુ કહી ઘરેથી નીકળ્યા હતા. ત્યારે બનાવ બનવા પામ્યો હતો. જેને લઇને 108 એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ચાલકનુ મોત થયુ હતુ. આ અંગે મળતી માહિતી મુજબ અરવિંદ અભેસિંહ બારીયા (રહે, માખલીયા, લુણાવાડા)એ ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, તેમના નાના ભાઇ રમેશભાઇ અમરાઇવાડીમા આવેલી ફેક્ટરીમા નોકરી કરતા હતા અને ત્યાંજ રહેતા હતા.

ત્યારે તેમનો ફોન આવ્યો હતો કે, હુ અને મારી સાથે કામ કરતા રાજેશ મધુકરભાઇ બાકેડનુ બાઇક લઇને ભાથીજીના દર્શન કરવા જઇ રહ્યા હતા.ત્યારબાદ થોડા સમય પછી મારા ભાઇના મોબાઇલ ઉપરથી અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, આ ફોનવાળા ભાઇને દહેગામ નરોડા હાઇવે પર આવેલા રાયપુર ગામના પાટીયા પાસે અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરીને ભાગી ગયો છે.

આ બનાવને લઇને આસપાસમાંથી એકઠા થયેલા લોકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવતા અમદાવાદ સિવિલમાં લઇ જવામા આવ્યા હતા. જ્યાં રમેશભાઇનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ, આ બનાવની જાણ ડભોડા પોલીસ મથકે ફરિયાદ કરવામા આવતા અજાણી કારના ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...