અકસ્માત:ચરેડી નજીક અકસ્માત : એક વ્યકિતને ઈજા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં ચરેડી પાણીની ટાંકીથી સમર્પણ કોલેજ જતા રોડ પર કબ્રસ્તાનની નજીક ઈકો ગાડીના ચાલકે ટક્કર મારતા આદીવાડાના રહીશ ઘાયલ થયા હતા. આદીવાડા ચાવડાવાસમાં રહેતાં જગદીશસિંહ છતુજી ચાવડા નાનપણથી માનસિક રીતે અસ્થિર છે. રવિવારે સવારે તેઓ ચરેડી પાસે ચાલતા જતા હતા ત્યારે અજાણી ગાડીના ચાલકે ટક્કર મારરતા તેમને માથાના ભાગે અંદરની ઈજા થતા ડાબા થાપા તથા ઘુંટણના ભાગે ફ્રેક્ચર થતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાથી ઈજાગ્રસ્ત જગદીશસિંહના મોટાભાઈ અરવિંદસિંહે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...