ભાટ ગામ એપોલો કટ રોડ પર ગાંધીનગર ફાયર બ્રિગેડની ગાડી અને ઈકો ગાડી વચ્ચે અકસ્માત થયો હતો. મુખ્યમંત્રી અમદાવાદ એરપોર્ટ પર જવાના હોવાથી સોમવારે સવારે ફાયર વિભાગની ગાડી ગઈ હતી. સાડા સાત વાગ્યે મધરડેરી પાસેથી સીએમ નીકળ્યા બાદ પોણા આઠ વાગ્યાના સુમારે એપોલો કટ પાસે એક ઈકો ગાડી સાથે ફાયરની ગાડીને અકસ્માત નડ્યો હતો.
જે મુદ્દે ફાયરબ્રિગેડમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા હિતેશ હેમુભાઈ ગામીએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ GJ-01-RK-5117 ગાડી ગાંધીનગર તરફથી આવતી હતી તેને અચાનક ગાડી એપોલો હોસ્પિટલ તરફ વાળી દીધી હતી. જેને પગલે બંને ગાડી વચ્ચે અકસ્માત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.