તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:પ્રાથમિક શિક્ષકોના વિરોધ કાર્યક્રમને મંજૂરીનું ગ્રહણ, 4200 ગ્રેડ પે સહિતની માંગણી

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

2010 પછી ભરતી થયેલા રાજ્યભરના 65000 પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પે 4200ને બદલે 2800 આપતા રોષ છે. ત્યારે ગ્રેડ પે સહિતના પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતનો ધરણાં કાર્યક્રમ 8મી, મંગળવારે નહી યોજાય. જિલ્લા કલેક્ટરે ધરણાં કાર્યક્રમને મંજુરી આપી નથી. 7મીથી તારીખ 9મી, બુધવાર સુધી રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો પોતાના ઘરે રહીને પરિવાર સાથે પ્રતિક ઉપવાસ કરી વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં શિક્ષકોના પરિવારના બાળકો, વડિલો, ભાઇ, બહેનો સહિત પરિવારના સદસ્યો સહયોગ આપી રહ્યા છે.

ત્યારે ગ્રેડ પેના મામલે ઉગ્ર બની રહેલી લડતને વેગ આપવા માટે શૈક્ષિક સંઘે ટેકો આપ્યો હતો. ઉપરાંત તારીખ 8મી, ડિસેમ્બરથી ધરણાં કાર્યક્રમ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે યોજવાની જાહેરાત પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે કરી હતી. પરંતુ તારીખ 8મી, ડિસેમ્બરે ખેડુતોએ ભારત બંધનું એલાનની જાહેરાત કરી છે. તેમાં રાજકીય પક્ષોએ પણ ટેકો જાહેર કર્યો હોવાથી જિલ્લા કલેક્ટરે પ્રાથમિક શિક્ષકોને ધરણાંની મંજુરી આપી નથી. શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટેના ધરણાં કાર્યક્રમ અંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના અધ્યક્ષ ભીખુભાઇ પટેલને પૂછતા જણાવ્યું છે કે મંજુરી નહી મળે તેમ છતાં ધરણાંનો કાર્યક્રમ યોજાશેતેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો