ભાસ્કર એક્સક્લુઝિવ:લાંચકેસમાં ખરડાયેલી જમીન દફ્તર કચેરીના મહિલા અધિકારીની બદલી કરવા એસીબીએ 1 વર્ષ પહેલાં અરજી કરી હતી પણ કાર્યવાહી કરાઈ નહીં

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 દિવસ પહેલાં લાંચ લેતાં ઝડપાયેલા શિરસ્તેદારના રીમાન્ડ પૂરા, જેલમાં ધકેલાયો

ગાંધીનગર પાટનગરની સરકારી કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદી રહી છે. 4 દિવસ પહેલાં કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતો શિરસ્તેદાર રૂપિયા 1 લાખની લાંચ લેતાં ગાંધીનગર એસીબીના હાથે ઝડપાયો હતો. જેના રીમાન્ડ પૂરા થતાં જેલમાં મોકલી દેવાયો છે, પરંતુ આ ઑફિસમાં ફરજ બજાવતાં એક મહિલા અધિકારીની બદલી કરવા એસીબીએ 1 વર્ષ પહેલાં વિભાગમાં અરજી કરી હતી, છતાં પરિણામ મળ્યું નથી.

અધિકારીઓએ અરજી ધ્યાન પર લીધી હોત તો ભ્રષ્ટાચાર રોકી શકાયો હોત
ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ડીઆઇએલઆરની ઑફિસમા ફરજ બજાવતા વર્ગ 3ના કર્મચારી અતુલ કનૈયાલાલ વ્યાસને ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા 1 લાખની લાંચ લેતાં ઝડપી લીધો હતો. ગત શુક્રવારે રી-સરવેની અરજીઓમાં ઝડપી કામગીરી કરવા લાંચ માગી હતી. ડીઆઇએલઆર કચેરીમાં બિલાડીના ટોપનીજેમ ફૂટી નિકળેલા ભ્રષ્ટાચારની ગંધ એસીબીને 1 વર્ષ પહેલાં આવી ગઈ હતી. કચેરીમાં ફરજ બજાવતી મહિલા અધિકારી સામે એસીબીના અધિકારીઓ દ્વારા તેની બદલી કરવા વિભાગમાં અરજી કરાઈ હતી છતાં બદલી કરાઈ નહોતી.

જો સમયસર બદલી થઈ હોત તો ભ્રષ્ટાચારને મહદંશે ઓછો કરી શકાયો હોત. ડિસેમ્બરમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રીને અરજી કરાઈ હતી.ગાંધીનગર કલેક્ટર કચેરીમાં રેવન્યુ કેસોમાં લાલિયાવાડી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વકીલે ડિસેમ્બરમાં મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે દાવો કર્યો છે કે કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડની કચેરીઓ ભ્રષ્ટાચારથી ખદબદે છે. કચેરીઓમાં વચેટિયા વગર સામાન્ય નાગરિકને કામ કરાવવું લોઢાના ચણા ચાવવા જેવું છે.

વર્ષ 2022ના પહેલા 2 મહિનામાં 3 કર્મચારી પકડાયા પાટનગરમાં લાંચ લેવાના કિસ્સામાં થઈ રહેલો વધારો
19 જાન્યુઆરીએ

ફ્લાઇંગ સ્કોડ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાના જુનિયર ક્લાર્ક હિતેષ જીવાભાઈ ચૌધરી 10 હજારની લાંચ લેતાં ઝડપાયો હતો.

29 જાન્યુઆરીએ
ફાયર ઑફિસર મહેશ મોડ અને તેના સાળાને 5 લાખની લાંચ લેતાં ધરપકડ થઈ હતી.

25 ફેબ્રુઆરીએ
જિલ્લા જમીન દફ્તર કચેરીનો શિરસ્તેદાર અતુલ વ્યાસને 1 લાખની લાંચ લેતાં ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...