તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કફોડી હાલત:રાજ્યની 357 ગ્રાન્ટેડ કોલેજના શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મીઓ પગારથી વંચિત

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • જાન્યુઆરી માસનો પગાર નહીં થતાં કફોડી હાલતમાં મૂકાયા
 • 15 ગ્રામ વિદ્યાપીઠના શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મીઓનો પગાર પણ થયો નથી

રાજ્યની ગ્રાન્ટેડ 357 કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક 4000 કર્મચારીને જાન્યુઆરી-2021 માસનો પગાર મળ્યો નથી. આથી ચાલુ અડધો માસ નિકળી જતા છતાં પગાર નહી થતાં કોલેજના કર્મચારીઓની હાલત કફોડી બની રહી છે. પૂર્વ નિર્ધારિત પગારનો ખર્ચ હોવા છતાં વિલંબ થતાં કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.

રાજ્યના કર્મચારીઓના પગારનો ખર્ચ પૂર્વનિર્ધારિત હોવાથી તેના આધારે વાર્ષિક ખર્ચ નક્કી કરવામાં આવે છે. તેમ છતાં રાજ્યભરની ગ્રાન્ટેડ 357 કોલેજના 4000 શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને જાન્યુઆરી-2021 માસનો વેતન મળ્યું નથી.

ચાલુ માસ અડધો થવા સમયસર વેતન નહી મળવાથી લોન ભરતા કર્મચારીઓને દંડ ભરવાની ફરજ પડી છે. ઉલ્લેખનીય છે કે પગારનો ખર્ચ પૂર્વનિર્ધારિત હોવા છતાં છેલ્લા બે-એક વર્ષથી દર ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલમાં ગ્રાન્ટેડ કોલેજના કર્મચારીઓને પગાર નિયમિત થતો નહી હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. કોલેજના કર્મચારીઓની જેમ જ રાજ્યભરની 15 ગ્રામ વિદ્યાપીઠોના પણ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓનો પગાર થયો નથી. રાજ્યની ગ્રામ વિદ્યાપીઠો અને ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના પગાર કેમ થયા નથી લેખિત રજુઆત ગુજરાત યુનિવર્સિટી શૈક્ષિક સંઘના મહામંત્રી ડો.વસંતભાઇ જોષીએ ઉચ્ચ શિક્ષણ કમિશ્નરને કરી છે.

જોકે ગ્રામ વિદ્યાપીઠો અને ગ્રાન્ટેડ કોલેજના કર્મચારીઓના પગાર નહી થવા મામલે ગ્રાન્ટ અભાવે નહી થયો હોવાનો લૂલો બચાવ કચેરી દ્વારા કરવામાં આવ્યો છે. જોકે પગાર ગ્રાન્ટ અગાઉથી નિર્ધારિત ખર્ચ તરીકે ગણાય છે. તેમ છતાં ગ્રાન્ટ અભાવ કેવી રીતે થાય તેવા પ્રશ્નો ગ્રાન્ટેડ કોલેજોના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓમાં થયા છે.

ઉલ્લેખનીય છે કે પગાર નહી થતાં લોન લેનાર કર્મચારીઓની હાલત કફોડી બની રહી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમાંય વર્ગ-4ના કર્મચારીઓ અને ખંડ સમયના અધ્યાપક તથા વહિવટી સ્ટાફની આર્થિક તંગી અનુભવતા હોવાથી પગાર સમયસર કરવાની માંગ કર્મચારીઓએ કરી છે.એક તરફ કોરોનાની મંદીમાંથી બહાર આવી શકાયુ નથી ત્યારે આ રીતે કોલેજના કર્મીઓ પગારથી વંચિત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો