સફાઈનો અભાવ:શહેરના કોમન પ્લોટ્સમાં સફાઈનો સદંતર અભાવ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશો સફાઈ વેરો ભરે છે છતાં સંતોષકારક સાફસફાઈ થતી નથી: કેશરીસિંહ બિહોલા

સેક્ટર-5 સહિતના શહેરના અનેક વિસ્તારમાં રહેણાંકના કોમનચોકમાં સાફ-સફાઈનો સદ્દતર અભાવ જોવા મળે છે. જેને પગલે લોકોના ઘર આંગણે જ કચરાના ઢગલા ખડકાયેલા હોય છે. કચરાથી પરેશાન વસાહતીઓ દ્વારા જાતે અથવા પૈસા ખર્ચીને સફાઈ કરાવી પડતી હોય છે. સેક્ટર-5 વિસ્તારમાં સફાઈમાં બેદરકારીની અનેક ફરિયાદો ઉઠી છે.

સેક્ટર-5 વસાહત મહામંડલના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ કહ્યું હતું કે, ‘વસાહતીઓ દ્વારા મિલકતવેરા સાથે સફાઇ વેરો ભરવામાં આવે છે તેમ છતાં સંતોષકારક સાફસફાઈ કરવામાં આવતી નથી. જાહેર રીંગરોડની બાજુમાં સેકટર-5એ પંચમુખી શિવશક્તિ મંદિર પાછળ રસ્તા પર કચરા પેટી ભરાઇ જાય તો સમયસર ઉપાડવામાં આવતી નથી.

સરકારી તંત્ર દ્વારા સેક્ટરમાં સેનેટરી ઈન્સ્પેક્ટર કે સુપરવાઇઝર જવાબદાર અધિકારીઓ ક્યારેટ વિઝીટ કરતા જોવા મળતા નથી. ત્યારે શહેરમાં કોમનચોકમાં સાફસફાઈ કરાવી કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવે તે જરૂરી છે.’

અન્ય સમાચારો પણ છે...