તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લૂટ:ચિલોડામાં એક્સેસ ચાલક મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચી અજાણ્યો બાઇક ચાલક ફરાર

ગાંધીનગર3 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગર ચિલોડા માલપર બોર્ડર સિક્યુરીટી ફોર્સના દરવાજા પાસે સામેના રોડ પરથી પસાર થઈ રહેલી એક્સેસ ચાલક મહિલાના ગળામાંથી અજાણ્યો બાઇકચાલક સોનાના દોરાની તફડંચી કરીને નાસી જતા ચિલોડા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગાંધીનગરના સેકટર-29 પ્લોટ નંબર 203 મહાલય એપાર્ટમેન્ટ ખાતે રહેતા અર્પિતાબેન કેતનભાઈ પટેલ ગઈકાલે સાંજના સમયે મગોડીથી એક્સેસ (નંબર GJ-18-CP-8284) લઈને ગાંધીનગર આવવા માટે નીકળ્યા હતા તે વખતે તેમની સાથે તેમનો આઠ વર્ષનો દીકરો ધ્યાન પણ જોડે હતો.

ચિલોડાથી થોડા આગળ આવતા અર્પિતા બેનને કોઈ બાઈક ચાલક પીછો કરતો હોય તેમ લાગ્યું જેથી તેમણે એક્સસની ગતી વધારી દીધી હતી, પરંતુ તેના કારણે આંખમાં જીવાત પડતા તેમને એક્સેસ ધીમુ પાડવાની ફરજ પડી હતી જેનો લાભ ઉઠાવી અજાણ્યા બાઇક ચાલકે નજીક આવીને તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન ખેચી હતી. જોકે, અર્પિતા બેને સોનાની ચેન પકડી રાખી હતી અને તેમનો પુત્ર ગભરાઈ જતાં તેણે બૂમાબૂમ કરી મૂકી હતી.

જ્યારે એક્સસ પરનો કાબૂ ગુમાવે તેવું લાગતા નીચે પડવાના ભયથી અર્પિતા બેને ચેન છોડી દીધી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટમાં અજાણ્યો બાઇક ચાલક દોરો ખેંચીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ચિલોડા પોલીસ મથકે ગુનો દાખલ હતા પોલીસે જણાવ્યું હતું કે, અર્પિતા બેનના જણાવ્યા પ્રણાણે અજાણ્યા બાઇક ચાલકે લાલ લાઇનિંગ વાળી ટીશર્ટ પહેરી હતી. જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી હાલમાં ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો