દબાણ દૂર કરાયા:ઠંડી વચ્ચે સેક્ટર-6માંથી 50 જેટલા ઝૂંપડાં હટાવાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારોને ખુલ્લામાં સુવાનો વારો આવ્યો

ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સેક્ટર-6 ખાતે દબાણ હટાવવાની કામગીરી કરી હતી. અહીં આવેલા 50થી વધુ ઝુંપડાના દબાણ કોર્પોરેશન દ્વારા દૂર કરાયા હતા. જોકે કડકડતી ઠંડી વચ્ચે જ ગરીબોના ઝુંપડા હટાવાતા બાળકો સાથે રહેતાં પરિવારોને ક્યાં જવું ક્યાં રહેવું તેની સમસ્યા સર્જાઈ હતી. જેસીબી સાથે પહોંચેલી કોર્પોરેશનની દબાણની ટીમ દ્વારા શ્રમિકોને જાતે જ પોતાનો સામાન હટાવી લેવાનું કહ્યું હતું. જે બાદ જે સ્થળેથી સામાન હટ્યો ન હોય ત્યાં જેસીબી ફેરવી દેવાયું હતું.

જોકે કડકડતી ઠંડીમાં એક સાથે 50 જેટલા પરિવારોને ખુલ્લામાં સુવાનો વારો આવ્યો હતો. કોર્પોરેશનમાં હજુ સુધી કાયમી સેલ્ટર હોમની કોઈ વ્યવસ્થા થઈ નથી. શહેરમાં અનેક સ્થળે દબાણોમાં વધારો થયો છે, ઘ-0થી લઈને રિલાયન્સ ચોકડી સુધી મોટી સંખ્યામાં લારીઓનો ખડકલો થયેલો છે. જેને પગલે તંત્ર દ્વારા આ દિશામાં પણ કામગીરી થાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...