ભાજપ-કોગ્રેસને ઝટકો:ગાંધીનગર શહેર વિસ્તારના ભાજપ-કોગ્રેસના 40 જેટલા આગેવાનો આમ આદમી પાર્ટીમા જોડાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ટાણે આગેવાનો આપમાં જોડાતા ભાજપ-કોગ્રેસ ટેન્સનમાં

ગાંધીનગર આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર શહેર વિસ્તારમાં વસતા પાટીદારો તેમજ અન્ય સમાજના ભાજપ અને કોંગ્રેસમાં અગાઉ કામ કરી ચૂકેલા 40 જેટલા આગેવાનો અરવિંદ કેજરીવાલજીના વિચારોથી પ્રેરાઈને પ્રદેશ નેતા ઈસુદાનભાઈ ગઢવી, મહેશભાઈ સવાણી, હસમુખભાઈ પટેલ (પ્રદેશ સંગઠન મંત્રી), અભિષેકભાઈ પટેલ ( પ્રદેશ સહસંગઠન મંત્રી) અને જિલ્લા પ્રમુખ મુકેશભાઇ પટેલની હાજરીમાં નીચે મુજબના આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ કોંગ્રેસના 40 જેટલા આગેવાનો અને કાર્યકરોની વિકેટ પાડી દેવામાં આવતાં ગાંધીનગરનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આમ આદમી પાર્ટીમાં આજે પટેલ હેમંત પી. માણસા (માજી કોંગ્રેસ તાલુકા સદસ્ય), પટેલ અમૃતભાઈ એસ ગેજીયા પાસ પ્રેસીડેન્ટ (વોર્ડ નં.1 માજી ઉપપ્રમુખ), ભાસ્કરભાઈ બી પટેલ માણસા કોંગ્રેસ સંગઠન મંત્રી કુડાસણ, દિનેશભાઈ પટેલ કુડાસણ (માજી યુવા પ્રમુખ ભાજપ), દુષ્યંતભાઈ પટેલ કુડાસણ (સનફ્‌લાવર હાઇટના ચેરમેન), પટેલ વિમલકુમાર અમૃતલાલ (ચરાડા સીટ તાલુકા ઉમેદવાર કોંગ્રેસ) તેમજ ભાજપના સક્રિય કાર્યકરો આશિષ પટેલ, પ્રકાશ પટેલ, સંદીપ પટેલ, સચિન પટેલ, વિપુલ પટેલ, રચિત પટેલ, ભાવેશ પટેલ, રોહન પટેલ, ઠાકોર સાહિલ, પટેલ અજય, પટેલ વિલીશ રમેશભાઈ ઉપરાંત ભાજપના સક્રિય આગેવાન આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...