તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગામડામાં ડિજિટલ ક્રાંતિ:ગુજરાતમાં એફિડેવિટ, સર્ટિફિકેટ અને દાખલા જેવી 22 જેટલી સેવાઓ 8 ઓક્ટોબરથી 2 હજાર ગામડાને મળશે, મુખ્યમંત્રી ડિજિટલ સેવાસેતુની શરૂઆત કરાવશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • વિવિધ સેવાઓ માટે એફિડેવિટ કરવાની સત્તા હવે નોટરી-તાલુકા મેજીસ્ટ્રેટ ઉપરાંત ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને પણ આપવામાં આવશે
  • હવે ડિજિટલ સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ગ્રામ પંચાયત કક્ષાએ સેવાઓ સરળતાથી મળશે
  • ડિજિટલ સેવા સેતુથી રાજ્યના 18 હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે
  • અત્યાર સુધીમાં 32961 કિ.મી અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્કથી 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ, દરેક સ્ટેટ ડેટા સેન્ટર સાથે કનેક્ટેડ

રાજ્યમાં એફિડેવિટ, દાખલા અને સર્ટિફિકેટ જેવી વિવિધ 22 જેટલી સેવાઓ આગામી 8 ઓક્ટોબરથી શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પ્રાથમિક તબક્કે ડિજિટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આ સેવાઓ શરૂ થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ સેવાનો 8 ઓક્ટોબરે શુભારંભ કરાવશે. મુખ્યમંત્રીએ ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિજિટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે. ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થશે.

પંચાયતમાં જ રૂ. 20ની ફી પર આવક સહિતના દાખલા જાતિ પ્રમાણપત્રો મળશે

ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનિયર સિટિઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિજિટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે. મુખ્યમંત્રીએ આ ડિજિટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે. Oaths Act 1969ની કલમ-3ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે.

ગ્રામ્ય સ્તરે પંચાયતમાં જ સેવા સેતુ શરૂ કરાઈ

મુખ્યમંત્રીએ પ્રજાલક્ષી અભિગમ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુશાસનના ચાર સ્થંભ પારદર્શિતા, નિર્ણાયકતા સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના આધાર ઉપર લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા 2016માં ઐતિહાસિક નિર્ણય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

8થી 10 ગામોના ક્લસ્ટરમાં નિશ્ચિત દિવસે અધિકારીની ટીમ જાય છે

મુખ્યમંત્રીએ આ સેવા સેતુ કાર્યક્રમમાં 8થી 10 ગામોનું ક્લસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહી, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદ્દેશ્ય આ સેવાસેતુમાં દર્શાવ્યો છે.

દેશમાં વન ડે ગર્વનન્સનો ગુજરાતમાં પ્રયોગ
રાજ્યભરમાં આવા 128૦૦થી વધુ સેવાસેતુના તબક્કાઓ યોજીને 2 કરોડ લોકો-નાગરિકોને ઘર આંગણે સેવાઓ મુખ્યમંત્રીના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે.

રાજ્યમાં ફાઈબર નેટવર્કથી ગ્રામ પંચાયતો જોડી
તેમણે રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ દ્વારા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેક્ટ અન્વયે ડિજિટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે. ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-2માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે.

7692 ગ્રામ પંચાયતોને 100 MBPS સ્પીડની ઈન્ટરનેટ સુવિધા

રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે. અત્યાર સુધીમાં 32961 કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાઈબર નેટવર્ક દ્વારા 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહીં, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે. મુખ્યમંત્રીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિજિટલ સેવાસેતુમાં અપનાવ્યો છે.

E-Signથી લોકો મોબાઈલ ફોનમાં સર્ટિફિકેટ રાખી શકશે

વિજય રૂપાણીએ ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા ક્યાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન (E-Sign) દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે. ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડીજી લોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિજિટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે.

સરકારી કચેરીમાં ગયા વગર લોકો ઘેરબેઠા સુવિધા મેળવી શકશે
રૂપાણીના મિનિમમ ગર્વમેન્ટ મેક્સિમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી 10૦ ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે. મુખ્યમંત્રીના ટેક્નોલોજી આધારિત આ જનહિતકારી પ્રકલ્પ ડિજિટલ સેવા સેતુથી રાજ્યના 18 હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો