સરગાસણમા ગત 17 જુલાઇના રોજ નવજાત શિશુને ત્યજી દેવામા આવ્યુ હતુ. ત્યારબાદ બાળકને સારવાર અર્થે ગાંધીનગર સિવિલમા લઇ જવાયુ હતુ. જ્યારે ઘટનાના 6 દિવસમા પોલીસ બાળકને જન્મ આપનાર માતા પિતાને ઝડપી લીધા હતા અને કોર્ટમા રજૂ કર્યા હતા. બાળક શરૂઆતા બે દિવસ અત્યંત વિકટ સ્થિતિમા જોવા મળતુ હતુ. પરંતુ ત્યારબાદ તબીયત સુધારા ઉપર જોવા મળતી હતી. તેવા સમયે ગત રવિવારે રાતના સમયે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા બાળકનુ મોત થયુ હતુ.
સોમવારે સવારે પોલીસે પિતાની હાજરીમાં દફનવિધિ કરી હતી. સરગાસણમાંથી ત્યજી દેવાયેલા શિશુના કેસની તપાસ સેકટર 7 પોલીસના પીએસઆઇ એચ.એ. સોલંકીએ હાથ ધરી હતી. જેમા ધર્મેન્દ્રસિંહ, રવિકુમાર, બાબુજી સહિતનો સ્ટાફ તપાસમા જોડાયો હતો. બાળક મળી આવ્યુ ત્યારથી અને તે પહેલાના અસંખ્ય સીસીટીવી ચેક કરવામા આવ્યા હતા. જેમા એક રીક્ષા લઇને આવેલુ દંપતી શંકાસ્પદ જોવા મળતુ હતુ.
રીક્ષા નંબર જીજે 01 ડીવાય 6540ની તપાસ કરતા રીક્ષા તારાપુર ગામમાથી મળી આવી હતી. જેના માલિક રાજેશ કાળુભાઇ સલાટ અને તેની પત્નિ નૈના રાજેશ સલાટને પકડીને પૂછપરછ કરી હતી. જેમા બાળક તેના દ્વારા ત્યજી દેવામા આવ્યુ હોવાનુ સામે આવ્યુ હતુ. પહેલેથી જ બે બાળકોનો બોજ ઉઠાવતુ દંપતી ત્રીજુ બાળક નહીં ઇચ્છતા ત્યજી દીધુ હતુ.
જન્મના એક સપ્તાહમા સિવિલના એનઆઇસીયુ વોર્ડમા સારવાર લેતા નવજાત બાળકે ગઇકાલ રવિવારે શ્વાસ છોડી દીધા હતા. ઇન્ફેક્શન વધારે માત્રામા ફેલાઇ ગયુ હોવાથી શિશુનુ મોત થયુ હતુ. જેનુ આજે સોમવારે સવારે પોલીસે મૃતક શિશુના પિતાને બોલાવી લીધા હતા. ગત રાત્રે જ શિશુના માતા પિતાને બાળકની સ્થિતિ વિકટ હોવાની માહિતી આપી સાથે રાખ્યા હતા અને થોડા સમયમા તેનુ મોત થયુ હતુ. પોલીસે પિતાની હાજરીમાં મુક્તિધામ પાસે બાળકની દફનવિધિ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.