તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટિસ:ગાંધીનગર મનપાની ચૂંટણી માટે નવા ઉમેદવારી ફોર્મ માન્ય રાખવા AAPની માગ, હાઈકોર્ટે ચૂંટણી પંચને જવાબ રજૂ કરવા આદેશ કર્યો

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનામાં ભરાયેલા ઉમેદવારીપત્રો જ માન્ય રાખવામા આવ્યા છે
  • આપ દ્વારા હાઈકોર્ટમાં પિટિશન કરવામા આવી

આમ આદમી પાર્ટી મારફતે ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા રાખવાને લઈને થયેલ પિટિશન મામલે ગુજરાત હાઇકોર્ટ ચૂંટણીપંચની નોટિસ ફટકારી છે.

ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી અંગે અગાઉ માર્ચ મહિનામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. જે બાદ માર્ચ મહિનામાં ઉમેદવારોના ફોર્મ પણ ભરી ચૂક્યા હતા. પરંતુ કોવિડની પરિસ્થિતિના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. જ્યારે હવે ફરીથી ચૂંટણીની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે કેટલાક નવા ઉમેદવારો પણ ચૂંટણી લડવા ઈચ્છી રહ્યા છે. જેમને ચૂંટણી પંચનો સંપર્ક કર્યો હતો પરંતુ ચૂંટણી પંચે નવા ચૂંટણી ફોર્મ ભરવા માટે પરવાનગી નથી આપી.

આ મામલે ચૂંટણી પંચેતર્ક રજૂ કર્યો છે કે ચૂંટણી અગાઉની માર્ચ મહિના કાર્યક્રમ પ્રમાણે જ યથાવત રાખ્યો છે, જેથી જે તે સમયે આવેલ ઉમેદવારી પત્રકો જ માન્ય રાખવામાં આવશે, નવા ઉમેદવાર ને મજૂરી નહિ અપાય. જેને લઇને આમ આદમી પાર્ટી એ આ મામલે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જે મામલે ગુજરાત હાઈકોર્ટે ચૂંટણીપંચને જવાબ રજૂ કરવા માટે નોટિસ ફટકારી છે, જે મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...