ચૂંટણી જંગ:2017માં માત્ર 372 મત મેળવનાર AAP આ ચૂંટણીમાં દહેગામ અને ગાંધીનગર ઉત્તર બેઠક પર નિર્ણાયક બનશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 5 બેઠક પર 10 રાજકીય પક્ષના 18 ઉમેદવાર, 20 અપક્ષ મળી 38ની ડિપોઝિટ ડૂલ થઈ હતી

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર 5 ડિસેમ્બરના રોજ મતદાન થશે. ત્યારે પાંચ બેઠકો પર 50 ઉમેદવારો મેદાને છે. 2017ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષો અને અપક્ષ મળી કુલ 49 ઉમેદવારો મેદાન હતા. એટલે કે હાલની સ્થિતિએ માત્ર એક ઉમેદવાર ઓછો હતો. ગત ચૂંટણીમાં પાંચ બેઠકોમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસ જ્યારે બે બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા હતા. જ્યારે અન્ય રાજયકીય પક્ષોના 18 અને 20 અપક્ષ મળી કુલ 38 ઉમેદાવારોની ડિપોઝિટ ડૂલ થઈ હતી. મહત્વની વાત એ છે કે રાજ્યભરમાં ચૂંટણી લડતી આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર ગુણવંતકુમાર પટેલ પણ ઉભા રહ્યાં હતા.

જેઓને માત્ર 372 જ મત મળતા આપની ડિપોઝિટ ડૂલ થઈ હતી. જોકે તે સમયે આપનો એટલો પ્રભાવ હતો નહીં. જોકે આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જિલ્લાની પાંચેય બેઠક પર વત્તા ઓછા પ્રમાણમાં અસર કરશે. જોકે સૌથી વધુ આપના ઉમેદવારો ગાંધીનગર ઉત્તર બેઠક મુકેશ પટેલ અને દહેગામમાં સુહાગ પંચાલ ભાજપ-કોંગ્રેસના મતોને અસર કરશે. 2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય રાજકીય પક્ષો અને અપક્ષોને પાંચેય બેઠક પર માત્ર 2.79 ટકા જ મત મળ્યા હતા.

દક્ષિણ બેઠક પર સ્ટેન્ડિગ ચેરમેને ડમી ફોર્મ ભર્યું હતું
ગાંધીનગર દક્ષિણ બેઠક પર વર્તમાન ધારાસભ્ય શંભુજી ઠાકોર અને કોંગ્રેસના ગોવિંદજી ઠાકોર સહિતના 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં શંભુજીના ડમી ઉમેદવાર તરીકે હાલ મનપાના સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જશવંતભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું. જેમાં અંતે 10 ઉમેદવારો મેદાને રહ્યાં હતા.

ગાંધીનગર ઉત્તર બેઠકમાં સૌથી વધુ 13 ઉમેદવારો હતા
ઉત્તર બેઠક 2017માં 13 ફોર્મ ભરાયા હતા, જેમાં તમામ ઉમેદવારો મેદાન રહ્યાં હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ ચાર અપક્ષ ઉમેદવાર હતા. બેઠક પર પડેલાં 159464 મતોમાંથી કોંગ્રેસના ડો. સી. જે. ચાવડાને 78206 મત તથા ભાજપના અશોક પટેલ 73432 મત મળ્યા હતા.

2017ની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, અન્ય ઉમેદવારોને મળેલા મત

બેઠકપડેલામતભાજપકોંગ્રેસઅન્ય ઉમેદવારો
દહેગામ1463037444563585

4348 (4 ઉમેદવાર)

ગાંધીનગર દ.21594910654794620

7473 (8 ઉમેદવાર)

ગાંધીનગર ઉ.1594647343278206

4897 (11 ઉમેદવાર)

માણસા1623047737877902

2653 (9 ઉમેદવાર)

કલોલ1646897492182886

4367 (7 ઉમેદવારો)

કુલ84870940672333999923738

દહેગામમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ઉમેદવારોને 4348 મત મળ્યા
દહેગામ બેઠક પર 2017માં વર્તમાન ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને કોંગ્રેસના કામિનીબા રાઠોડ સહિત 14 ફોર્મ ભરાયા હતા, જેમાં અંતે 6 ઉમેદવારો મેદાને રહ્યાં હતા. જેમાં ભાજપ , કોંગ્રેસ, બસપા, ઓલ ઈન્ડિયન હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, ઈન્સાનિયત પાર્ટી અને એક અપક્ષ મેદાને હતો. દહેગામ બેઠક પર 146303 મત પડ્યા હતા, જેમાંથી ભાજપ-કોંગ્રેસ સિવાયના અન્ય ઉમેદવારો 4348 મત એટલે કે 2.97 ટકા મત લઈ ગયા હતા.

માણસામાં કોંગ્રેસને 524 મતની લીડ મળી હતી
માણસા બેઠક પર 2017માં સૌથી વધુ 22 ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપ-કોંગ્રેસ, 8 અપક્ષ મળી અંતે 11 ઉમેદવારો મેદાનમાં હતા, માણસા બેઠક પર પડેલાં 162304 મતોમાંથી ભાજપના અમિત ચૌધરીને 77378 જ્યારે કોંગ્રેસના સુરેશ પટેલને 77902 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 524 મતોથી બેઠક હાંસલ કરી હતી.

કલોલમાં અન્ય 7 ઉમેદવારને માત્ર 2.65% મત મળ્યા હતા
કલોલ બેઠક પર 2017માં 21 ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત 4 અપક્ષ મળીને 9 ઉમદેવારો મેદાન રહ્યાં હતા. ભાજપના અતુલ પટેલને 74921 જ્યારે કોંગ્રેસના બળદેવજીને 82886 મત મળ્યા હતા. જ્યારે બાકીના 7 ઉમેદવારોને 4367 મત મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...