તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:'ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે' તેવા નિવેદનને લઇને આપના નેતા ઇસુદાન ગઢવીનો ગાંધીનગરમાં વિરોધ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના સભ્યોએ આકરો રોષ ઠાલવ્યો

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી દ્વારા ગુજરાત બીજું બિહાર બનવા તરફ જઈ રહ્યું હોવાનું નિવેદન આપવાના વિરોધમાં આજે જનસંઘર્ષ વિરાટ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા 24 કલાકના સમયમાં ઈસુદાન ગઢવી દ્વારા માફી નહીં માંગતા આજરોજ સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે પરપ્રાંતીયના હોય તેવા મુદ્દાને લઈને સૂત્રોચારો કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસે બાવીસ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

પરપ્રાંતિઓને લઈને આપ પાર્ટીના નેતા ઈશુદાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની આકરી ટીકા કરતા આજે જનસંઘર્ષ વિરાટ પાર્ટી (JSVP)ના સભ્યોએ આકરો રોષ ઠાલવ્યો હતો. સત્યાગ્રહ છાવણી ખાતે JSVPના સભ્યોએ ઉપવાસ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં JSVPના કાર્યકર્તા તેમજ રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અર્જુન મિશ્રા અને નીરજ શુક્લ (પ્રદેશ પ્રવકતા), હર્ષવર્ધન ત્રિવેદી અને JSVPના અન્ય સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ ટિપ્પણી અંગે વાત કરતા તેઓએ જણાવાયું હતું કે, આપ પાર્ટીના ઈસુદાન ગઢવીએ 24 કલાકમાં બિહારવાસીઓ જોડે માફી નહિ માંગતા પરપ્રાંતિઓની અસ્મિતાને લાંછન લાગતાં ગુજરાતમાં રહેતા પરપ્રાંતીયોની અસ્મિતાનો સવાલ ઊભો થતો હોઈ અને 'ગુજરાત બીજું બિહાર બની રહ્યું છે' એવું નિવેદન સાંભળી જનસંઘર્ષ વિરાટ પાર્ટી દ્વારા નિમ્ન કક્ષાનું નિવેદન આપવા બદલ બિહારવાસીઓ ની માનહાનિ થતાં JSVPના કાર્યકર્તાઓ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતર્યા હતા. આ વિશે જાહેર જનતા સમક્ષ પોતાની વાત કરવા માટે અર્જુન મિશ્રા, નીરજ શુક્લ, અવિનાશ પિલ્લાઈ, હર્ષવર્ધન ત્રિવેદી તથા JSVPના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...