તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:"આપ" સમક્ષ બળાપો ઠાલવ્યો, સેકટર 21માં આવેલા માર્કેટના પડતર પ્રશ્નો મામલે વેપારી મંડળ આમ આદમી પાર્ટીના શરણે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આપ દ્વારા સત્વરે સ્થાનિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હાકલ કરવામાં આવી

ગાંધીનગરના સૌથી મોટા વેપાર માર્કેટના પડતર પ્રશ્નોનોની તંત્રને અનેક રજૂઆત કરવા છતાં અંત આવતો નથી. જેમાં જનતા બજાર માલિક એસોસિએશન દ્વારા આમ આદમી પાર્ટીનું શરણ લઈ સત્વરે સ્થાનિક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હાકલ કરવામાં આવી છે.

વેપારી સંગઠન દ્વારા આમ આદમી પાર્ટીને રજૂઆત

ગાંધીનગરનાં સેકટર 21 માર્કેટમાં અનેક પ્રાથમીક અસુવિધાઓ સહિતની સમસ્યાઓથી ખદબદી રહ્યું છે. અત્રે આવેલી આશરે 700 જેટલી દુકાનોનાં વેપારીઓ દ્વારા તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં ગટર, રસ્તા તેમજ શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ બાબતે સમાધાન કરવામાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યાં છે. તો ભાજપ કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સેકટર 21 ના વેપારીઓની સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવતા હવે વેપારી સંગઠન દ્વારા અપેક્ષિત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીનું શરણ લેવામાં આવ્યું છે.

વેપારીઓને ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે

ગાંધીનગરના માર્કેટની સમસ્યાઓ અંગે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર પાંચના ઉમેદવાર નિકુંજ મેવાડાવાળા, મહામંત્રી વિનોદભાઈ પટેલ અને ગાંધીનગર જિલ્લા ઉપપ્રમુખ સુનિલ પટેલ દ્વારા માર્કેટની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે જનતા બજાર માલિક એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ દરજી તેમજ ઉપપ્રમુખ રફિકભાઈએ "આપ" સમક્ષ બળાપો ઠાલવ્યો હતો.

વેપારી સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનાથી સદર બજારમાં આવેલા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જાહેર શૌચાલયના દૂષિત પાણીના નિકાલ માટે સુવિધાનો અભાવ હોવાના કારણે તાળા મારવામાં આવેલા છે. જેના કારણે વેપારીઓને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે.

વેપારી વર્ગને પડી રહેલી તકલીફો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે - આપ

કોરોના કાળ દરમ્યાન લોકડાઉનના કારણે વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે. જેથી સ્થાનિક વેપારીઓ દ્વારા તેઓ પાસેથી ઉઘરાવવામાં આવતા ભાડા તેમજ કોર્પોરેશન ટેકસ માફી આપવામાં આવે તો વેપારીઓ આર્થિક રીતે મજબૂત થઈ શકે. આ બાબતે આમ આદમી પાર્ટીના દ્વારા વેપારીઓને બાહેધરી આપી સદર બાબતે સંલગ્ન કચેરી ખાતે જરૂરી રજૂઆત તેમજ એક્શન લઈ વેપારી વર્ગને પડી રહેલી તકલીફો દૂર કરવા પ્રયત્ન કરવામાં આવશે.

નગરજનો પણ આપ પાર્ટીની કામગીરીની નોંધ લેતા થઈ ગયા

નોંધનીય છે કે ભાજપ કોંગ્રેસ પક્ષ દ્વારા માત્ર ચૂંટણી સમયે વેપારીઓની સમસ્યાના નિરાકરણની બાંહેધરી આપી મતોનું રાજકારણ ખેલવામાં આવતું હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નકશે કદમ પર ચાલતી આમ આદમી પાર્ટી ગાંધીનગરમાં સ્થાનિક સમસ્યાઓના નિરાકરણ માટે સક્રિય થતાં જ નગરજનો પણ આપ પાર્ટીની કામગીરીની નોંધ લેતા થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...