આમ આદમી પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીને લઈને કાર્યકરોમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશનાં જોઈન્ટ સેક્રેટરી સૂર્યસિંહ ડાભીએ પણ રાજપુત સમાજને ગાંધીનગરની એકેય બેઠકો પર નેતૃત્વ નહીં આપવામાં આવ્યો હોવાનું આક્ષેપ કરીને પાર્ટીમાંથી રાજીનામું આપી સમાજવાદી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ગાંધીનગર ઉત્તરથી ફોર્મ ભરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગર વિધાનસભાની પાંચેય બેઠકો પૈકી એકપણ બેઠક પર રાજપૂત સમાજનાં ઉમેદવારની પસંદગી કરવામાં નહીં આવતાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પ્રદેશ કક્ષાએથી કાચું કાપવામાં આવ્યું હોવાનો દાવો કરીને આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સૂર્યસિંહ ડાભીએ રાજીનામું આપી દઈ સમાજવાદી પાર્ટીનાં ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર તરીકે ફોર્મ ભરી દેવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાંબા સમયથી કાર્યભાળ સંભાળ્યા પછી સૂર્યસિંહ ડાભીએ આમ આદમી પાર્ટી જોઇન્ કરી લીધી હતી. જેમને પાર્ટીએ ગુજરાત પ્રદેશનાં જોઈન્ટ સેક્રેટરીનું પદ આપવામા આવ્યું હતું. જો કે વિધાનસભાની ચુંટણીમાં સૂર્યસિંહ ડાભીએ પણ ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આમ આદમી પ્રદેશ કક્ષાએથી મૂકેશ પટેલને ગાંધીનગર ઉત્તરની ટિકિટ આપવામાં આવતાં છેલ્લા ઘણા સમયથી સૂર્યસિંહ ડાભી નારાજ હતા.
જેનાં પગલે આજે તેમણે આમ આદમી પાર્ટીનાં જોઈન્ટ સેક્રેટરી પદથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરીને વિધાનસભા ચુંટણીમાં ઝંપલાવી દેવામાં આવ્યું છે. સૂર્યસિંહ ડાભીએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી એક પણ બેઠક પર રાજપૂત સમાજના ઉમેદવારની પસંદગી કરી નથી. જેથી જિલ્લાના રાજપૂત સમાજમાં ખૂબ મોટો આક્રોશ છે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પસંદગી બાબતે પ્રવેશ કક્ષાએથી કાચું કાપવામાં આવ્યું છે,જેથી પક્ષમાં રહેવું યોગ્ય લાગતું નથી, જેથી રાજીનામું આપું છું.તેમજ આજરોજ ગાંધીનગર ઉત્તર બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.