સારવારમાં મોત:ગાંધીનગરના સેક્ટર 28 છાપરામાં યુવકને 8 હજારની લેતીદેતીમાં માર મારતાં મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારી બહેન પાસેથી લીધેલાં નાણાં પરત આપી દો કહેતાં 3 યુવકે માર માર્યો હતો, સારવારમાં મોત નીપજ્યું

શહેરના સેક્ટર 28 પાસે આવેલા છાપરામા રહેતા યુવકને નાણાંની લેતીદેતીમા માર મારી મર્ડર કરી નાખ્યુ હતુ. મૃતકની બહેને બે વર્ષ પહેલા 8 હજાર રુપિયા માસીને હાથ ઉછીના આપ્યા હતા. જ્યારે સમય વિતવા છતા નાણાં પરત નહિ કરતા યુવક તેની બહેનના નાણાંની ઉઘરાણી કરાવા ગયો હતો. તે સમયે 3 યુવકોએ લાકડીથી માર માર્યો હતો. જેમા શરીરે ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. જ્યાં તેનુ મોત થતા ગુનો નોંધવામા આવ્યો હતો.

શિલ્પાબેન દંતાણી (રહે, સેક્ટર 28 છાપરા)એ ફરિયાદ નોંધાવી હતી કે, આરોપી મનોજ ઇશ્વરભાઇ દંતાણીને બે વર્ષ પહેલા 8 હજાર રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જેની અવાર નવાર ઉઘરાણી કરવા છતા પરત આપતો ન હતો અને કહેતો હતો કે, તુ મને શુ સપોર્ટ કરે છે. અમે તને ગામડેથી અહિંયા લાવ્યા છીએ. જેથી અમે તને રુપિયા નહિ આપીએ. જેને લઇને ગત 31મી ઓગસ્ટના રોજ ઉઘરાણી કરી હતી.

ગત 31મીના રોજ બહેનના રુપિયા પરત નહિ આપતા તેના ભાઇ 27 વર્ષિય ભરત બચુભાઇ દંતાણી (રહે, સેક્ટર 28 છાપરા, બહેન પાસે)એ નાણાંની માંગણી કરી હતી. જેથી મનોજ ઇશ્વર દંતાણી, ધર્મેશ ઇશ્વર દંતાણી અને ક્રિષ્ણા પ્રજાપતિ ઉર્ફે કદવોએ ભરત સાથે મારામારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...