ક્રાઇમ:પુન્દ્રાસણ પાસે સેક્ટર-13નો યુવક પીધેલી હાલતમાં ઝબ્બે

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવક સામે કાર્યવાહી હાથ ધરાઈ
  • પોલીસે કારમાં તપાસતાં વિદેશી દારૂની 1 બોટલ અને અડધું નાનું ક્વાટર મળ્યું

પુન્દ્રાસણ ચોકડી પાસે સે-13નો યુવક દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવતા ઝડપાયો હતો. પેથાપુર પોલીસે શંકાના આધારે પુન્દ્રાસણ ચોકડી ખાતે કલોલ તરફી આવતી નંબર વગરની વેગન-આર કાર રોકી હતી. પોલીસે ચેક કરતાં કારચાલક યુવક દારૂ પીધેલી હાલતમાં હતો. જેનું નામ પૂછતાં તે સેક્ટર-13 સી ખાતે રહેતો ધનરાજ ઉમરાવભાઈ જહાંગીર(24 વર્ષ, પ્લોટ નં-1025-2) હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશીદારૂની 1 બોટલ અને અડધું નાનું ક્વાટર મળી આવ્યું હતું. જેને પગલે પોલીસે 750નો દારૂ, 12 હજારની કિંમતનો ફોન અને 2 લાખની કિંમતની કાર જપ્ત કરીને યુવક સામે ગુનો નોંધ્યો હતો. તેમજ યુવક સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે, જિલ્લામાં આ પ્રકારની પ્રવૃત્તિ અટકાવવા માટે પોલીસે તેમની કાર્યવાહી કડક કરી રહી છે તેવા સમયમાં આવા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...