તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Young Woman Who Fell In Love With A Garage Owner Started Stealing From The House, A Young Woman Who Became Blind In Love Started A Fight Against The Family.

આંધળો પ્રેમ:જેના લગ્નની ઘડીઓ ગણાઈ રહી હતી એ જ યુવતી ગેરેજવાળા સાથે પ્રેમમાં પડી ઘરમાં ચોરી કરવા લાગી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસો પછી લગ્ન પણ કરવાનું પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું
  • પ્રેમમાં અંધ બની બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ ગયાં

મધ્યમવર્ગના પરિવારની યુવતીએ ગેરેજવાળા યુવકના પ્રેમમાં અંધ બનીને ઘરમાં નાનીમોટી ચોરી કરીને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ પકડી પરિવાર સામે જંગ છેડી દીધી છે. એક તરફ દીકરીના લગ્નની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે પુત્રી પ્રેમમાં અંધ બની બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો મૂંઝવણમાં મુકાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા
પ્રેમમાં અંધ બનેલી એક યુવતી તેને જન્મ આપનાર જનેતા તેમજ લાડકોડથી ઉછેરનાર પિતાની વર્ષોની છત્રછાયાને પળ ભરમાં ભૂલી આંધળા પ્રેમમાં છાકટી બની બેફામ વાણીવિલાસ કરતાં પરિવારજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. મધ્યમવર્ગીય પરિવારની ખુશ્બૂને માતા-પિતાએ ઘણા લાડકોડથી ઉછેરી હતી. થોડા દિવસો પછી લગ્ન પણ કરવાનું પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હતું.

ખુશ્બૂની હરકતો દિવસે ને દિવસે સ્વછંદી થવા લાગી
​​​​​​​
ત્યારે ખુશ્બૂએ અચાનક જ ઘરમાં ઘટસ્ફોટ કર્યો કે તેને ગેરેજ ચલાવતા યુવક સાથે પ્રેમ સંબંધો છે. અને તેની સાથે જ લગ્ન કરશે. આ સાંભળી ખુશ્બૂનાં માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એક તરફ દીકરીના ઘડિયા લગ્ન અને બીજી બાજુ તેનું પ્રેમપ્રકરણ સામે આવતાં પરિવારે તેને ઘણી સમજાવી પણ ખુશ્બૂ ટસની મસ થઈ ન હતી, જેથી તેના પર અમુક પાબંધી લાદી દેવામાં આવી, પણ ખુશ્બૂની હરકતો દિવસે ને દિવસે સ્વછંદી થવા લાગી હતી.

આપઘાત કરવાની ધમકીઓ આપીને બધાને ચૂપ કરાવી દેતી
​​​​​​​
જેના પરિણામ સ્વરૂપ તે પોતાના ઘરમાંથી રૂપિયાની ચોરી કરવા લાગી હતી. ઘરમાં છાશવારે ચોરી થતાં પરિવાર પણ મૂંઝવણમાં મુકાઈ ગયો હતો, જેથી ઘરમાં પોતાના જ સભ્યો પર વોચ રાખવાની ફરજ પડી હતી અને ઘરમાં ચોરી કરનાર ખુશ્બૂ જ હોવાનું સામે આવ્યું હતું. પ્રેમમાં અંધ બનેલી ખુશ્બૂ હવે ઘરના સભ્યોની હાજરીમાં જ તેના પ્રેમી સાથે કલાકો સુધી વાતો કરી બેફામ બની ગઈ હતી. જો પરિવાર કંઈ કહે તો આપઘાત કરવાની ધમકીઓ આપીને બધાને ચૂપ કરાવી દેતી હતી.

ભીખ માગવી પડે તો પણ લગ્ન તો ગેરેજવાળા પ્રેમી સાથે જ કરીશ ​​​​​​​આખરે હારી-કંટાળીને પિતાએ મહિલા હેલ્પલાઇનનાં દ્વાર ખખડાવ્યા હતા અને મહિલા હેલ્પલાઈન ટીમ તરત પરિવારની મદદે દોડી ગઈ હતી, પરંતુ પ્રેમમાં અંધ બનેલી યુવતીએ મહિલા હેલ્પલાઈન ટીમની વાતને પણ અવગણી દીધી હતી અને કહેલું કે ભીખ માગવી પડે તોપણ લગ્ન તો ગેરેજવાળા પ્રેમી સાથે જ કરીશ આમ, પ્રેમમાં અંધ બનેલી ખુશ્બૂની જીદથી પરિવાર કફોડી હાલતમાં મુકાઈ જવા પામ્યો છે. (નોંધઃ નામ કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...