અકસ્માત:અડાલજમાં નોકરી માટે આવેલા યુવકનું અજાણી કારની ટક્કરે મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાણંદથી 3 લોકો રિક્ષામાં બટરફ્લાય બગીચામાં કામનું પૂછવા આવ્યા હતા

અડાલજમા આવેલા બટરફ્લાય બ્રિજમા બગીચાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ત્યાં કામ શોધવા માટે આવેલા યુવકનુ અજાણી કારની ટક્કરે મોત થયુ હતુ. યુવક માળીની કામગીરી જાણતો હોવાથી નોકરી મેળવવા આવ્યો હતો. બ્રિજવ નીચેથી ઉપરની તરફ ચાલતા જતા અકસ્માત થયો હતો. આ બનાવને લઇને અડાલજ પોલીસ મથકમા અજાણી કાર સામે ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ વિનોદકુમાર નંદકાઉ રાવત (રહે, એકલીંગજી રોડ, પોલીસ સ્ટેશનની બાજુમા, સાણંદ) માળીની કામગીરી કરે છે.

ત્યારે આજે મંગળવારે સવારના સમયે પોતે અને તેના ભત્રિજા વિનોદ ભગૌતી રાવત અને ત્રિલોકી નારાયણદીન વિશ્વકર્મા સાણંદથી રીક્ષા લઇને અડાલજમા બટરફ્લાય બ્રિજે બગીચાનુ કામ ચાલતુ હોવાથી મજુરી મળી રહે તે માટે પૂછપરછ કરવા આવ્યા હતા.તે સમયે રીક્ષાને બ્રિજ નીચે ઉભી રાખી ત્રણેય જણા ચાલતા ચાલતા બ્રિજ ઉપર ગયા હતા. જ્યારે ત્રિલોકી તેમની પાછળ હતો. તે દરમિયાન જ સરખેજ ગાંધીનગર તરફ જતો રોડ ક્રોસ કરવા જતા વૈષ્ણોદેવી તરફથી એક લાલ કલરની ફોર વ્હીલના ચાલકે તેની કારને પુરપાટ ઝડપે હંકારતા વિનોદ રાવતને ટક્કર મારી હતી. લોકોએ બુમાબુમ કરતા કાર ચાલકે કાર રોકી હતી.જેનો નંબર જીજે 01 કેઇ 2373 હતો.

અન્ય સમાચારો પણ છે...