તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Young Man Living In The MLA's Residence Molested A Young Woman Under The Influence Of Alcohol, The Matter Was Settled Before It Reached The Police Station.

MLA ક્વાર્ટરમાં છેડતી!:ધારાસભ્યના નિવાસમાં રહેતા યુવકે દારૂના નશામાં યુવતીની છેડતી કરી, મામલો પોલીસ સ્ટેશન પહોંચે એ પહેલાં જ સમાધાન કરી લેવાયું

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર MLA ક્વાર્ટર - Divya Bhaskar
ગાંધીનગર MLA ક્વાર્ટર
  • વિવાદ વકરે નહીં એ માટે બંને ધારાસભ્યોએ મામલો થાળે પાડી દીધો

પાટનગર ગાંધીનગરના સૌથી સુરક્ષિત મનાતા વિસ્તારમાં આવેલા MLA ક્વાર્ટરમાં રહેતા એક યુવકે ગત રાત્રિએ દારૂના નશામાં ધમાલ મચાવી એક યુવતીની છેડતી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છેડતી કરનાર યુવકો અને ભોગ બનનારી યુવતી બંને અલગ અલગ MLAના ક્વાર્ટરમાં રહેતાં હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે વિવાદ વકરે નહીં એ માટે હાલ તો બંને ધારાસભ્યોએ મળી મામલો થાળે પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

બે અલગ અલગ ક્વાર્ટરમાં યુવક અને યુવતી રહેતાં હતાં
ગાંધીનગરના સેકટર 21માં આવેલા MLA ક્વાર્ટરમાં બ્લોક નંબર 1માં કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા સૌરાષ્ટ્રના એક ધારાસભ્યનું ક્વાર્ટર આવેલું છે, જેમાં છેલ્લા કેટલાક સમયથી એક યુવક રહે છે. તો બીજી તરફ તેની સામેના જ બ્લોક નંબર 4માં સૌરાષ્ટ્રના જ કોંગ્રેસના ધારાસભ્યને જે ક્વાર્ટર ફાળવાયું છે તેમાં છેલ્લા ચારેક દિવસથી એક યુવતી રહેવા આવી હતી.

યુવકે દારૂના નશામાં યુવતીની છેડતી કરી
કૉંગ્રેસના ધારાસભ્યના ક્વાર્ટરમાં છેલ્લા ચાર દિવસથી જ યુવતી રહેવા આવી હતી. યુવકે તેના પર નજર બગાડી હતી અને છેડતી કરતાં યુવતીએ ક્વાર્ટરના સંબંધિત કર્મચારીઓને ફરિયાદ કરી હતી, જેથી ક્વાર્ટર પાસે સિક્યોરિટી પણ ગોઠવી દેવામાં આવી હતી. તેમ છતાં ગતરાત્રિએ દારૂના નશામાં યુવકે ધમાલ મચાવી હતી અને યુવતીના રૂમ સુધી પહોંચી છેડતી કરી હોવાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે.

યુવતીએ બૂમાબૂમ કરતાં સિક્યોરિટી સ્ટાફમાં દોડધામ મચી
ગત રાત્રિએ અગિયાર વાગ્યાના અરસામાં યુવકે દારૂના નશામાં ધમાલ મચાવતાં યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ક્વાર્ટરનો સિક્યોરિટી સ્ટાફ અહીં દોડી આવ્યો હતો. જોકે યુવક અહીંથી ભાગી જતાં શોધખોળ હાથ ધરાઈ હતી. અંતે, ફરજ પરના કર્મચારીઓએ યુવકને ઝડપી પાડ્યો હતો.

પોલીસ ફરિયાદને બદલે સમાધાનકારી વલણ અપનાવ્યું
ગાંધીનગરમાં સૌથી સુરક્ષિત મનાતા વિસ્તારમાં યુવતીની છેડતીનો બનાવ બન્યો હોવા છતાં આ મામલે સમાધાનકારી વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. યુવકનાં કરતૂત અંગે રાત્રિના સમયે જ સિક્યોરિટી દ્વારા ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી. બાદમાં ભાજપ-કૉંગ્રેસના ધારાસભ્યોએ વિવાદ વધુ વકરે નહીં એ માટે સમાધાન કરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. યુવક દ્વારા પોતાના કૃત્ય બદલ યુવતીની માફી માગવામાં આવી હતી. તો ભાજપના ધારાસભ્યએ પણ હવે યુવકને પોતાનો કવાર્ટરમાંથી રવાના કરી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...