નિવૃત PIના પુત્રનો આપઘાત:ગાંધીનગર સેક્ટર-5માં રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, કારણ અકબંધ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરનાં સેકટર - 5/સી માં રહેતા નિવૃત પીઆઈ વનરાજસિંહ ચાવડાનાં 32 વર્ષીય પરણિત પુત્રએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા સેકટર - 7 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મોતનું કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

જુવાનજોધ પુત્રનાં મોતથી ચાવડા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીનગરનાં સેકટર - 5/સી ખાતે રહેતાં નિવૃત પોલીસ ઇન્સ્પેકટર વનરાજીસિંહ લક્ષ્મણસિંહ ચાવડાનાં 32 વર્ષીય પુત્ર મહીપતસિંહે આજે વહેલી સવારના કોઈપણ સમયે પોતાના રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતાં ચાવડા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સેકટર - 5/સી પ્લોટ નંબર 913/1 માં રહેતાં મૂળ રંગપૂર ગામના વતની નિવૃત પોલીસ ઇન્સ્પેકટર વનરાજસિંહ ચાવડાનાં પુત્ર મહિપતસિંહનાં લગ્ન ફાલ્ગુનીબેન સાથે થયા હતા. આ લગ્ન જીવનથી એક દીકરી પણ છે.

રૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
ગઈકાલે રાત્રે પીઆઈ વનરાજસિંહ નીચેના માળે સૂઇ ગયા હતા. જ્યારે મહિપતસિંહ ઉપરના માળે તેના રૂમમાં સૂઇ ગયો હતો. જ્યારે તેની પત્ની દીકરીને લઈને લગ્ન પ્રસંગે ગઈ હતી. નિત્યક્રમ મુજબ આજે મહીપતસિંહ નીચે નહીં આવતાં તેનો રૂમ ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ પ્રત્યુત્તર નહીં મળતા કઈ અજુગતું બન્યું હોવાનો અંદાજો આવી ગયો હતો. અને દરવાજો તોડવામાં આવ્યો હતો. ત્યારે મહીપતસિંહને દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોઈ પીઆઈ ચાવડા ફસડાઈ પડ્યા હતા.

મોટા દીકરાનું પણ અકાળે અવસાન થયું હતું
બાદમાં પાડોશી ગજેંદ્રસિંહ ચંપાવતે જાણ કરતાં સેકટર - 7 પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશનું પંચનામું કરીને સિવિલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વધુમાં સૂત્રોએ જણાવ્યું હતું કે, નિવૃત પીઆઈ ચાવડા ગાંધીનગર જિલ્લામાં જ ફરજ બજાવતા હતા. જેમના મોટા દીકરાનું પણ અકાળે અવસાન થયું હતું. મૃતક મહીપતસિંહ જમીન દલાલીનું કામ કામ કરતો હતો.

પૈસે ટકે સુખી સંપન્ન પરિવારમાં ઉછરેલ મહીપતસિંહ મોતનું ઘૂંટાતું રહસ્ય
​​​​​​​
પૈસે ટકે સુખી સંપન્ન પરિવારમાં ઉછરેલ મહિપતસિંહ સવારે ઘરેથી નીકળે તો બપોરે જમવાનાં સમયે પરત ફરતો હતો. અને સાંજે સાત વાગ્યા સુધીમાં ઘરે પાછો પણ આવી જતો હતો. આ સેકટર - 7 પીઆઈ પરાગ ચૌહાણે જણાવ્યું હતું કે, નિવૃત પીઆઈ ચાવડાના પુત્રના આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. હાલમાં સ્યુસાઇડ નોટ પણ મળી આવી નથી. પરિવારની પૂછતાંછ કર્યા પછી આપઘાતનું કારણ જાણવા મળશે.

અન્ય સમાચારો પણ છે...