તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ચ રોડ પાસે અકસ્માતમાં વિસનગરના યુવકનું મોત

ગાંધીનગર16 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સદુથલાનો યુવક અમદાવાદથી બાઈક લઈ ઘરે જતો હતો, કારમાં બાઈક ઘૂસી ગયુ હતુ

ચ રોડ પર શહેરમાં અકસ્માત ઝોન બની ગયેલા સેક્ટર-11ના કટ પાસે બાઈક અને કાર વચ્ચે અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થયું છે. મૂળ મહેસાણાનો મનિષ મહેન્દ્રભાઈ પટેલ (30 વર્ષ, રહે-સદુથલા,વિસનગર) અમદાવાદ કૃષ્ણનગર પોતના કામથી બાઈક લઈને ગયો હતો.

શુક્રવારે સાંજે તે અમદાવાદથી વિસનગર તરફ જતો હતો, ત્યારે શહેરના ચ રોડ પર તેને અકસ્માત નડ્યો હતો. ચ રોડ પર સેક્ટર-11ના કટ પાસેથી નીકળેલી કારમાં યુવકનું બાઈક ઘૂસી ગયું હતું. જેમાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ તાત્કાલિક 108ને કોલ કરતાં દોડી આવેલા સ્ટાફે આવીને ચેક કરતાં યુવકનું મોત થતા સેક્ટર-7 પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે યુવકના પરિવારને જાણ કરી હતી. જેને પગલે યુવકના પિતા મહેન્દ્રભાઈ ગોપાલભાઈ પટેલ સહિતનો પરિવાર પહોંચી ગયો હતો.

પોલીસે યુવકના પિતાની ફરિયાદના આધારે GJ-18-BJ-7714ના કાર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધ્યો છે. મૃતક મનિષ પરિવારમાં એકનો એક દીકરો હતો, જેના અચાનક મોતથી માતા-પિતાએ આધાર ગુમાવ્યો છે. હાલ ઘરે રહેલાં મૃતકના દોઢ મહિના પહેલાં જ છૂટાછેડા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો