વડોદરા ગામના યુવકે ગામમા રહેતા બે ભાઇ સાથે ભાગીદારીમા કઠવાડામા ભાગીદારીમાં કંપની ખોલી હતી. પરંતુ કંપનીમા નુકશાન થતા મશીનો વેચીને નાણાં ચૂક્તે કર્યા હતા. ત્યારબાદ બંને ભાઇઓ દ્વારા યુવક પાસે વારંવાર નાણાંની પઠાણી ઉઘરાણી કરાતી હતી. પરિણામે યુવકે ત્રાસી જઇને ફિનાઇલ પી લીધુ હતુ. જેને લઇને બંને ભાઇ સામે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા ગામ રહેતા 31 વર્ષિય યુવક દ્વારા વડોદરા ગામના વતની અને હાલમા નરોડા મુરલીધર સોસાયટીમા રહેતા શશીકાન્ત રાજુભાઇ પટેલ અને ભદ્રેશ રાજુભાઇ પટેલ સાથે કઠવાડા જીઆઇડીસીમા ભાગીદારીમાં કંપની ખોલી હતી. પરંતુ કંપનીમા નુકશાન જતા મશીન વેચીને દેવુ ભરપાઇ કર્યુ હતુ. તેમ છતા બંને ભાઇ નાણાંની માગણી કરતા હતા.
જ્યારે યુવક નાણાં આવી ગયા પછી ચૂક્તે કરી દઇશ તેમ જણાવતો હતો. એક સપ્તાહ પહેલા યુવક તેના ઘર પાસે બેઠો હતો. તે દરમિયાન શશીકાંત પટેલ તેની પાસે ગયો હતો અને નાણાંની માંગણી કરી હતી. તે સમયે નાણાં નહિ હોવાથી ના પાડતા શશીકાંત ઉશ્કેરાઇને ગાળાગાળી કરી હતી.
આ ઉપરાંત તુ તારા ગામ બહાર નિકળીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ત્યારપછી શશીકાંતે યુવકને ફોન કરીને કઠવાડા જીઆઇડીસીમા બોલાવ્યો હતો. ત્યાં બંને ભાઇઓએ નાણા બાબતે ધમકાવ્યો હતો. જ્યારે ત્યારબાદથી યુવકને બંને ભાઇ નાણાં માટે વારંવાર ફોન કરતા હતા. યુવકે કંટાળીને દહેગામમા એક દુકાન થી ફિનાઇલ લીધુ હતુ અને ઘરે ગટગટાવી લીધુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.