તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઘ-0થી ખ-0 જતા આવતા કોઝવે પાસે કાર ખાડામાં ઉતરી જતા મહેસાણાના યુવકને ઈજા

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ઘ-0થી ખ-0 જતા આવતા કોઝવે પાસે કાર ખાડામાં ઉતરી જતા મહેસાણાના યુવકને ઈજાઓ પહોંચી હતી. - Divya Bhaskar
ઘ-0થી ખ-0 જતા આવતા કોઝવે પાસે કાર ખાડામાં ઉતરી જતા મહેસાણાના યુવકને ઈજાઓ પહોંચી હતી.
 • યુવકોને નાની-મોટી ઈજા, સિક્સલેનની કામગીરીમાં ડાયવર્ઝન મુકાયું ન હતું

શહેરમાં ઘ-0થી ખ-0 જતા આવતા કોઝવે પાસે કાર ખાડામાં ઉતરી જતા મહેસાણાના યુવકને ઈજાઓ પહોંચી હતી. ગાંધીનગર-સરખેજ હાઈવેને સિક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ખ-0 અને ઘ-0 પર ફ્લાય ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે. ખ-0 પાસે કામગીરીને પગલે બંને તરફના સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. કામગીરી અંતર્ગત ઘ-0થી ખ-0 વચ્ચે આવતા કોઝવેનો બ્રીજ તોડી દેવાયો છે. જોકે અહીં ડાયવર્ઝનના બોર્ડ નહીં મુકાતા બહારથી આવતા વાહન ચાલકો તે મુશ્કેલી રૂપ બને છે. ત્યારે શનિવારે બપોરે મહેસાણાના લીંચ ગામનો યુવક પંકજ રમણભાઈ પટેલ (35 વર્ષ) ગાડી લઈને પોતાના મિત્ર સાથે જઈ રહ્યો હતો. આ સમયે કોઝવેના ખાડામાં ગાડી ઉતરી જતા યુવકોને નાની-મોટી ઈજા પહોંચી હતી અને ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગાડીને ક્રેનની મદદથી બહાર કાઢવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો