દુર્ઘટના:ગિયોડ પાસે એક્ટિવા સ્લિપ થતાં અમદાવાદના યુવકનું મોત નિપજ્યું

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક ધર્મેશ ઝાલા - Divya Bhaskar
મૃતક ધર્મેશ ઝાલા
  • હિંમતનગરથી મિત્રો પરત આવી રહ્યા હતા ત્યારે ઘટના બની
  • 2 બંનેને ઈજા થતાં ગાંધીનગર સિવિલમાં ખસેડાયા હતા

અમદાવાદના ઠક્કરબાપાનગરમાં રહેતા 2 મિત્રો એક્ટિવા લઇને હિંમતનગર ગયા હતા. બાદમાં રાત્રિના સમયે ઘર તરફ પરત આવી રહ્યા હતા, તે દરમિયાન ગિયોડ પાસે પહોંચતા એક્ટિવા સ્લીપ થયું હતુ. જેમાં બંને મિત્રો ઇજાગ્રસ્ત થતા ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાંથી એક મિત્રનું મોત થયુ હતુ. આ બનાવને લઇને ચિલોડા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી મુજબ, 23 વર્ષીય કરણ નાથાલાલ ગોહિલ (રહે, મોચી ગલી, અંબિકા ચોક પાસે ઠક્કરબાપાનગર) બીએસસીનો અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે ગત શુક્રવારે કરણ અને તેનો મિત્ર ધર્મેશ પ્રદિપસિંહ ઝાલા (રહે, દેવજી માસ્તરની ગલી, ઠક્કરબાપાનગર) બંને મિત્રો બપોરે 1 વાગ્યે કરણનું એક્ટિવા લઇને હિંમતનગર કામ અર્થે ગયા હતા. ત્યારે પરત આવી રહ્યા હતા તે સમયે ધર્મેશ એક્ટિવા હંકારતો હતો અને ગિયોડ અંબાજી મંદિર પાસે પહોંચતા વચ્ચે સ્પીડ બ્રેકર આવતા ધર્મેશે એક્ટિવાની બ્રેક મારતા વાહન સ્લીપ ખાઇ ગયુ હતુ.

જેમાં બંને મિત્રોને શરીરે ઇજા થતા 108 દ્વારા સારવાર માટે ગાંધીનગર સિવિલ ખસેડાયા હતા. જ્યાં ધર્મેશને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો. કરણે મૃતક ધર્મેશ સામે વાહનને ગફલતભરી રીતે હંકારવા બદલ ચિલોડા પોલીસ મથકમાં ગુનોં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...